ગુજરાત

અમદાવાદમાં ભુપેન્દ્રસિંહ ઝાલા નીકળ્યો ગજબનો ખેલાડી ક્રિપ્ટોમાં કરોડોનું રોકાણ કયુ

મ્ઢ ફાયનાન્સિયલ સર્વિસના નામે ૬૦૦૦ કરોડથી વધુની છેતરપિંડીના કેસમાં ઝ્રૈંડ્ઢ ક્રાઈમે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ક્રિપ્ટો કરન્સી અને બિટકોઈનમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. મ્ઢ ફાયનાન્સિયલ સર્વિસના નામે ૬૦૦૦ કરોડથી વધુની છેતરપિંડીના કેસમાં ઝ્રૈંડ્ઢ ક્રાઈમે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ક્રિપ્ટો કરન્સી અને બિટકોઈનમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. આ સાથે પોલીસે રાજ્યના તમામ જિલ્લાઓની રજિસ્ટ્રાર કચેરીઓ પાસેથી માહિતી મંગાવી છે, જેથી એ જાણી શકાય કે ભૂપેન્દ્ર સિંહે બીઝેડ કંપની અને તેના નજીકના સંબંધીઓ અને વિશ્વાસુઓના નામે મિલકતોમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે.

લોકો આ સિવાય અન્ય ૧૦૦થી વધુ પીડિતોએ પોલીસનો સંપર્ક કરીને તેમની સાથે થયેલી છેતરપિંડી વિશે માહિતી આપી છે. બીઝેડ અને ભૂપેન્દ્ર સિંહની નજીકના લોકોના નામે કરેલા રોકાણોની માહિતી મેળવવા માટે ૩૩ જિલ્લાની સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં પણ તપાસ કરવામાં આવશે. પોલીસ તબક્કાવાર બહાર આવેલી માહિતીના આધારે આ મિલકતો જપ્ત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોડાસાના લીંભોઇ ગામમાં ભૂપેન્દ્રસિંહે રૂ.૩ કરોડનું ફાર્મહાઉસ બનાવ્યું હતું. આ ઉપરાંત મોડાસાના સાંકરિયા ગામમાં ભૂપેન્દ્રસિંહે પોતાના નામે ૧૩૪૮૫ ચોરસ મીટર જમીન ખરીદી હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે. આ મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉત્તર અને મધ્ય ગુજરાત અને ગાંધીનગરમાં મ્ઢ ફાયનાન્સિયલ સર્વિસના નામે ઓફિસો ખોલી રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી છે. ૬,૦૦૦ કરોડના કૌભાંડની તપાસ માટે સીઆઈડી ક્રાઈમે અલગ-અલગ મુદ્દાઓ અલગ કરીને અલગ-અલગ ટીમો બનાવી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની વિવિધ ઓફિસમાં કામ કરતા યુવક-યુવતીઓના ૧૦થી વધુ પોલીસ કર્મચારીઓની ટીમે નિવેદન નોંધવાનું શરૂ કર્યું છે. ઝ્રૈંડ્ઢ ક્રાઈમને એવી પણ માહિતી મળી છે કે ભૂપેન્દ્રસિંહે રોકાણકારો સાથે છેતરપિંડી કરીને કરોડો રૂપિયા કમાયા હતા, જેમાંથી મોટા ભાગનું રોકાણ તેણે ક્રિપ્ટો કરન્સી અને બિટકોઈનમાં કર્યું હતું. ભૂપેન્દ્ર સિંહે કેટલાક નિષ્ણાતોની મદદથી આ નાણાંનું રોકાણ કર્યું હોવાની શંકા છે. આ સંદર્ભમાં પોલીસને તેના નજીકના કેટલાક લોકો પાસેથી માહિતી મળી છે. આ અંગે સીઆઈડી ક્રાઈમની ટીમ તપાસ કરી રહી છે. તેમજ ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા બીઝેડ ગ્રુપના નામે અબજાે રૂપિયાની મિલકતોની ખરીદીની વિગતોની પણ ચકાસણી કરી શકાય તે માટે પોલીસે ૩૩ જિલ્લાની રજીસ્ટ્રાર કચેરીઓમાં તપાસ શરૂ કરી છે.

Related Posts