fbpx
બોલિવૂડ

પ્રિયા અહૂજાએ ખોલી ‘તારક મહેતા..’શો મેકર્સના આરોપોની પોલ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હાલ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. થોડા દિવોસો પહેલા શો માં રોશન સોઢીનું પાત્ર ભજવનારી એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી પર યૌન શોષણનો ગંભીર આરોપ લગાવતાં નિશાન સાધ્યું હતું. આ તમામ ઘટના બાદ હવે મોનિકા ભદૌરિયા પણ તેના સપોર્ટમાં આવી અને હવે અભિનેત્રી પ્રિયા અહૂજાએ પણ શોના મેકર્સ પર ગંભીર આરપ લગાવ્યા છ. પ્રિયા અહૂજા આ શોમાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવી રહી હતી. તેણીએ કહ્યુ કે, શોમાં શોષણ અને ભેદભાવ તો થાય જ છે. તેણીએ જણાવ્યું કે કામ માંગવા પર અભિનેત્રીને ના પાડવામાં આવી હતી.

પ્રિયા અહૂજાએ શૈલેષ લોઢા, જેનિફર અને મોનિકાના આરોપોનું સમર્થન કર્યુ છે. તેણીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યુ કે, મને એવું લાગે છે કે હું એ ડિરેક્ટરની પત્ની છું, જેણે આ લોકોની સાથે ૧૪ વર્ષ સુધી કામ કર્યુ છે. તો જાે મને રિસ્પેક્ટ નથી મળતી તો મને લાગે છે કે મોનિકા જેવા લોકો હવે સામે આવ્યા તે ખોટું નથી. તેમણે મને નવ મહિનાથી શો પર નથી બોલાવી, કારણકે માલવની સાથે તેમનો સંબંધ પૂરો થઈ ગયો છે. પ્રિયાએ એ પણ કહ્યુ કે, શોમાં ભિડેનું પાત્ર ભજવનાર મંદાર ચંદવાડકરે અસિત મોદીનો સપોર્ટ કર્યો તો જેનિફરે કહ્યુ હતું કે, શો પર પુરુષોનું પ્રભુત્વ છે. પ્રિયાએ કહ્યું કે શો પર ૧૦૦ ટકા પુરુષ પ્રભુત્વ છે. હું હેરાન છું કે, મંદારએ આવું કેમ કહ્યુ. જાેકે, જેનિફર અને મંદાર તો સારા મિત્ર છે. તેના પરિવારનાં પણ એકબીજા સાથે સારા સંબંધ છે. પ્રિયાએ આગળ કહ્યુ, ‘અસિત કુમાર મોદી, સોહેલ રામાની અથવા જતિન બજાજે ક્યારેય પણ મારી સાથે ખરાબ વર્તન નથી કર્યુ.

પરંતુ, માલવ સાથે લગ્ન કર્યા બાદ મારા ટ્રેકનું કામ કરી દીધું હતુ. તે પહેલા જેમ ના રહ્યા. પ્રેગ્નેન્સી બાદ મને ટ્રેકની કોઈ જાણકારી નથી અને બાદમાં માલવે શો છોડી દીધો. મેં અસિત ભાઈને ઘણીવાર મેસેજ કર્યો. જાેકે, તેમની તરફથી કોઈ સકારાત્મક પ્રતિક્રિયા નથી આવી.’ પ્રિયાએ કહ્યું, ‘ઘણીવાર મને કહેતાં કે, અરે તારે કામ કરવાની શું જરુર છે માલવ કામ કરી રહ્યો છે ને? મારી એક ઓળખ છે. મને આ કામ એટલે નથી મળી રહ્યુ કે હું માલવની પત્ની છું. મેં માલવ સાથે લગ્ન કર્યા તે પહેલાંથી હું આ શોનો ભાગ રહી છું. જાેકે, મને ક્યારેય કોઈ તરફથી વ્યવસ્થિત રિસ્પોન્સ મળ્યો નથી.’

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/