fbpx
બોલિવૂડ

ફિલ્મ ‘દે દે પ્યાર દે ૨’નું શૂટિંગ સપ્ટેમ્બરથી શરૂ થશેફિલ્મના બીજા ભાગમાં આર માધવન જાેવા મળશે

અજય દેવગન, તબ્બુ અને રકુલ પ્રીત સિંહ સ્ટારર ‘દે દે પ્યાર દે’ સુપરહિટ થયા બાદ હવે મેકર્સે તેની સિક્વલ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. ‘દે દે પ્યાર દે’ વર્ષ ૨૦૧૯માં રિલીઝ થઈ હતી, જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી. ત્યારથી લોકો તેની સિક્વલની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. આ વખતે તબ્બુ ફિલ્મમાં જાેવા નહીં મળે. ફિલ્મના બીજા ભાગમાં આર માધવન જાેવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરથી શરૂ થશે. ‘દે દે પ્યાર દે’ની સિક્વલમાં આર માધવન રકુલ પ્રીતના પિતાની ભૂમિકામાં જાેવા મળશે. તેનો પહેલો ભાગ કોમેડી, રોમાન્સ અને ઈમોશનલ સીન્સથી ભરેલો હતો.

આગામી સિક્વલમાં મેકર્સ દર્શકો માટે શું નવું લાવે છે તે જાેવું ખૂબ જ રસપ્રદ રહેશે. હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ અનુસાર, એક સૂત્રને ટાંકીને, એવું બહાર આવ્યું છે કે ફિલ્મનું શૂટિંગનું પ્રથમ શેડ્યૂલ મુંબઈમાં હતું, પરંતુ કલાકારોની અન્ય પ્રતિબદ્ધતાઓને કારણે, તેને લંબાવવી પડી. કહેવામાં આવી રહ્યું છે કે હવે આખી કાસ્ટ ફિલ્મના શૂટિંગ માટે પંજાબ જશે. શૂટિંગ સપ્ટેમ્બરના મધ્યમાં શરૂ થશે, પંજાબમાં શૂટિંગ શેડ્યૂલ માત્ર ૧૫-૨૦ દિવસ માટે રાખવામાં આવ્યું છે. પંજાબમાં શૂટિંગ પૂરું થયા બાદ આગામી શેડ્યૂલ ઓક્ટોબરમાં મુંબઈમાં થશે.

પંજાબનું લોકેશન એટલા માટે લેવામાં આવ્યું છે કારણ કે ફિલ્મમાં પરંપરાગત કલ્ચર બતાવવાનું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દર્શકોને પંજાબની સુંદરતાનો પરિચય કરાવવા માટે, મોટાભાગનું શૂટિંગ બંગલાની અંદર અને આસપાસના મેદાનમાં કરવામાં આવશે. ફિલ્મનું નિર્માણ ખૂબ જ ઝડપી ગતિએ થઈ રહ્યું છે. આ ફિલ્મ સંપૂર્ણ ફેમિલી ડ્રામા હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ આ વર્ષના અંત સુધીમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવા માંગે છે. રિપોર્ટ અનુસાર, આ ફિલ્મ મે ૨૦૨૫માં રિલીઝ થશે, જાેકે મેકર્સે હજુ સુધી ફિલ્મની રિલીઝ ડેટ વિશે કોઈ જાહેરાત કરી નથી.

શૂટિંગ શિડ્યુલ લંબાવવાનું કારણ અજય દેવગનની બીજી ફિલ્મનું શૂટિંગ છે. તે જ સમયે, અજય ‘સન ઑફ સરદાર ૨’નું શૂટિંગ પણ કરી રહ્યો છે, જેના માટે તે યુકેમાં છે. ‘દે દે પ્યાર દે’નો પહેલો ભાગ અકીવ અલીએ ડિરેક્ટ કર્યો હતો અને અંશુલ શર્મા આ સિક્વલને ડિરેક્ટ કરવા જઈ રહ્યો છે. સૂત્રોનું માનીએ તો ફિલ્મમાં કેમિયો હોઈ શકે છે પરંતુ તે કોનો રોલ હશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. પાછલા ભાગની જેમ આ સિક્વલમાં પણ રકુલ પ્રીત અને અજય દેવગનની શાનદાર કેમેસ્ટ્રી જાેવા મળશે. તબ્બુ આ વખતે તેનો ભાગ નહીં બને.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/