Home Archive by category રાષ્ટ્રીય (Page 1293)
રાષ્ટ્રીય

ભારતે વિશ્વભરમાં કોરોના વૅક્સીનના ૧૬૦ કરોડ ડોઝ બુક કરાવ્યા

કોરોનાની રસીના ‘કન્ફર્મ ડોઝ’ બૂકિંગના મામલે ભારત દુનિયામાં પહેલા નંબર પર છે. અત્યાર સુધીમાં તે ૧.૬ બિલિયન એટલે કે ૧૬૦ કરોડ વેક્સીનના ડોઝના ઓર્ડર આપી દીધા છે. એટલે કે ૮૦ કરોડ લોકો માટે પૂરતા ડોઝનુ બૂકિંગ થઈ ગયું છે. ડ્યુક યુનિવર્સિટી દુનિયાભરના વેક્સીન માટેના ઓર્ડર પર નજર રાખી રહી
રાષ્ટ્રીય

મોંઘવારીને ધ્યાને રાખી રેપો રેટ ૪ ટકા યથાવત્‌ આરબીઆઇએ રેપો રેટ યથાવત્‌ રાખ્યોઃ લૉનના EMI નહીં ઘટે

રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકાએ સ્થિર રખાયા, ત્રીજા અને ચોથા ત્રિમાસિકમાં પ્લસમાં રહેશે જીડીપી ગ્રોથઃ આરબીઆઇનું અનુમાન રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને સુપરત કરવામાં આવેલી દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષામાં, ભારતીય રિઝર્વ બેંકે પ્રમુખ માળખાકીય રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને તેને ૪ટકા જાળવી રાખ્યો હતો. તે જ સમયે, સેન્ટ્રલ બેંકે વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન […]
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ સર્વપક્ષીય બેઠકમાં કોરોનાની રસી અંગે ચર્ચા કરી‘દેશવાસી’ઓ ધ્યાનથી સાંભળોઃ ‘કોરોના રસી’ મફ્ત નહિં મળે.!

ભારત વેકસીન બનાવવાની નજીક, આવનારા થોડાક સપ્તાહમાં રસી મળી જવાના સંકેત, ૮ વેકસીન પર ટ્રાયલ ચાલુકેન્દ્ર-રાજ્યો મળીને વેકસીનની કિંમત અંગે ચર્ચા કરી રહ્યા છે, વૈજ્ઞાનિકો દ્વારા લીલીઝંડી મળ્યે રસીકરણ કાર્યક્રમ શરૂ થશે, એક ખાસ સોફટવેર બનાવાયું, સૌ પહેલા વોરીયર્સને મળશે રસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ વેક્સીનને લઇ તમામ પક્ષોના નેતાઓને અપડેટ આપી દીધું છે. […]
રાષ્ટ્રીય

કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે આજે પાંચમી વખત વાતચીત થશેખેડૂતોનું સરકારને અલ્ટિમેટમઃ આજે કૃષિ કાયદો પરત ખેંચો નહિ તો ભારત બંધ

આઠમી ડિસેમ્બરે ભારત બંધનું આહ્વાન કર્યું, ખેડૂતોના આંદોલનને પં.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો પણ સાથ મળ્યો, ભારતીય કિસાન સંઘના સેક્રેટરીએ સરકારને અલ્ટિમેટમ આપ્યું, મોદીના પૂતળા દહન કરવામાં આવશે સરકારે પસાર કરેલા કૃષિ કાયદા અંગે ખેડૂતો હવે આક્રમક મૂડમાં આવી ગયા છે. ત્યારે ભારતીય કિસાન સંઘના જનરલ સેક્રેટરી (બીકેયુ-લાખોવાલ)એ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. આજે એટલે ૫
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવી શકે છે

આગામી ૧૪ અને ૧૫ ડિસેમ્બરે સોલાર પ્લાન્ટ તથા એનર્જીપાર્કનું છે ખાતમૂહુર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૪ અને ૧૫ ડિસેમ્બરે કચ્છની મુલાકાતે આવે તેવી શક્યતા છે. વડાપ્રધાનના આ બે દિવસીય પ્રવાસના આયોજન માટે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર તેમજ રાજ્ય સ્તરેથી વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જાે કે સત્તાવાર રીતે હજી આ કાર્યક્રમની પુષ્ટી કરવામાં આવી નથી. […]
રાષ્ટ્રીય

શિવસેનાએ મસ્જિદોમાં લાઉડ સ્પીકરો પર પ્રતિબંધ લગાવવા કેન્દ્ર પાસે કરી માંગ

શિવસેનાએ દેશમાં મસ્જિદોમાં લાઉડ સ્પીકરો પર પ્રતિબંધ લગાવવા કેન્દ્ર સરકાર પાસે વટહુકમ લાવવાની માગણી કરી છે. શિવસેનાએ મુખપત્ર સામનામાં છપાયેલા લેખમાં કહ્યું છે કે ધ્વનિ પ્રદૂષણના નિયમો બધા માટે જરૂરી છે. આથી સરકારે વટહુકમ લાવીને મસ્જિદોમાં વાગતા લાઉડ સ્પીકરો પર પ્રતિબંધ મૂકવો જાેઈએ.રૂસામનામાં છપાયેલા લેખમાં કહેવાયું છે કે દેશમાં ધ્વનિ પ્રદૂષણના મામલા સતત વધી રહ્યા […]
રાષ્ટ્રીય

કૃષિ કાયદા સામે વિરોધ નોંધાવતા પ્રકાશ સિંહ બાદલે પરત કર્યું પદ્મ વિભૂષણ સન્માન

કૃષિ કાયદાઓની વિરોધમાં દેશમાં ખેડૂતો મોટાપાયે આંદોલન કરી રહ્યા છે અને હવે તે વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે. આ દરમિયાન પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલે કૃષિ કાયદાઓની વિરોધમાં પોતાનું પદ્મ વિભૂષણ સન્માન પરત કરી દીધું છે. પ્રકાશ સિંહ બાદલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લગભગ ત્રણ પાનાના પત્ર લખીને કૃષિ […]
રાષ્ટ્રીય

તમિલનાડુ અને કેરળ તરફ વાવાઝોડું ‘બુરેવી’ આગળ વધતા ૪ જિલ્લાઓમાં રેડ એલર્ટ

વાવાઝોડું નિવારના એક સપ્તાહની અંદર ફરીથી વધુ એક વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાયેલું દબાણ મજબૂત થઇને વાવાઝોડું ‘બુરેવી’ પરિવર્તિત થયું છે. શ્રીલંકાના દરિયાકાંઠે આ વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે.ભારતીય હવામાન વિભાગ(આઇએમડી)એ પણ બુરેવી વાવાઝોડા અંગે એલર્ટ જારી કરી છે. હવામાન વિભાગે કેરળના ચાર જિલ્લાઓ તિરૂવનંતપુરમ, કોલ્લમ, પઠાનમિથટ્ટા અને
રાષ્ટ્રીય

ભારત એક સાથે કોરોનાની ૬ રસી પર કરી રહ્યું છે કામ

કોરોના વાયરસ સંક્રમણના નિયંત્રણ અને પ્રબંધન માટે દુનિયાના અલગ-અલગ દેશોમાં કોશિષો ચાલુ છે. રૂસ, ચીનઅને બ્રિટનએ જ્યાં રસી પ્રાપ્ત કરી લીધી છે ત્યાં કેટલાંય દેશોમાં હજુ પણ રિસર્ચ ચાલુ છે. આપને જણાવી દઇએ કે ચીને બીજી ચાર અને રૂસે ૨ વેકસીનના ક્લિનિકલ ટ્રાયલને પૂરી કર્યા બાદ મંજૂરી આપી દીધી. ત્યારબાદ બ્રિટેનએ ફાઇઝરની રસીને ઇમરજન્સીમાં ઉપયોગ […]
રાષ્ટ્રીય

એમડીએચના મસાલા કંપનીના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું નિધન

દેશની અગ્રણી મસાલા કંપની ‘મહેશિયા દી હટ્ટી’ના માલિક મહાશય ધર્મપાલજી ગુલાટીનું નિધન થયું છે. આજે સવારે ૫.૩૮ વાગ્યે તેમણે છેલ્લાં શ્વાસ લીધા. તેઓ ૯૮ વર્ષના હતા. કોરોનાથી સ્વસ્થ થયા બાદ હાર્ટ એટેકથી નિધન થયું. મહાશય ધર્મપાલ ૧૯૪૭માં થયેલા ભારત-પાકિસ્તાનના વિભાજન બાદ ભારત આવ્યા હતાં. અહીં તેમને ઘોડા-ગાડી ચલાવીને સંઘર્ષપૂર્ણ જીવનની શરૂઆત કરી હતી અને આજે […]