સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન(ઝ્રમ્ૈં) અપ્રમાણસર સંપત્તિ સંબંધિત કેસમાં ૨૦૦૫ બેચના આરોપી ૈંઇજી અધિકારીના રહેણાંક અને સત્તાવાર પરિસર, જેમાં જયપુર, અમદાવાદ અને ગાંધીનગરના અગિયાર સ્થળોએ તપાસ કરી રહી છે.
સીબીઆઈ દ્વારા ૨૦૦૫ બેચના આરોપી આઈઆરએસ અધિકારી અને તેમની પત્ની વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિ મેળવવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે આરોપીએ ગેરકાયદે રીતે પોતાને સમૃદ્ધ બનાવ્યા છે અને તેમની પાસે તેમના આવકના સ્ત્રોતો કરતાં વધુ નાણાકીય સંસાધનો હોવાનું જાણવા મળ્યું છે. એવો પણ આરોપ છે કે આરોપી ૈંઇજી અધિકારીની પત્નીએ ૧,૩૧,૫૮,૨૯૧.૧૧ રૂપિયા એટલે કે તેમની આવકના જાણીતા અને કાયદેસર સ્ત્રોતોના ૧૫૬.૨૪%ની અપ્રમાણસર સંપત્તિ મેળવવામાં મદદ કરી હતી. વધુમાં એવો પણ આરોપ છે કે આરોપીઓએ જયપુર, અમદાવાદ, ગાંધીનગર અને મુંબઈમાં મિલકતો હસ્તગત કરવામાં ગેરકાયદેસર રીતે કમાયેલા નાણાંનું રોકાણ કર્યું હતું.
આ કેસની તપાસના ભાગરૂપે, જયપુર, અમદાવાદ અને ગાંધીનગરમાં આરોપી અને તેના સાથીઓના પરિસર સહિત ૧૧ સ્થળોએ વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીની આ તપાસ દરમિયાન, ગુનાહિત દસ્તાવેજાે અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. વધુ તપાસ ચાલુ છે.
CBI એ અપ્રમાણસર સંપત્તિ સંબંધિત કેસમાં ૨૦૦૫ બેચના આરોપી IRS અધિકારીના જયપુર, અમદાવાદ અને ગાંધીનગરમાં અગિયાર સ્થળોએ તપાસ હાથ ધરી

Recent Comments