થોડા દિવસો અગાઉ રીલીઝ થયેલી ફિલ્મ ‘માર્કો‘નો હિરો ઉન્ની મુકુંદન તે ફિલ્મમાં ખૂબ પ્રસંશા મેળવી હતી ત્યારે હવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તે ફિલ્મ દિગ્દર્શક બની ગયો છે. તેણે પોતાના દિગ્દર્શન હેઠળ સુપર હિરો ધરાવતી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.
આ ફિલ્મ હજુ લખાઈ રહી છે. ફિલ્મ માટે પ્રિ પ્રોડકશન વર્ક શરુ થઈ ગયું છે. ઉન્ની તેને આવતાં વર્ષે ફલોર પર લઈ જવા માગે છે.
એક વાતચીતમાં ઉન્નીએ કહ્યું હતું કે પોતે નાનપણથી સુપર હિરોની વાર્તાઓ તરફ આકર્ષિત રહ્યો છે અને તેણે હંમેશાં એક સુપર હિરો ફિલ્મ બનાવવાનું સપનું જાેયું હતું.
ઉલ્લેખનીય છે કે ઉની મુકુંદન મલયાલમ હિરો છે પરંતુ તે વર્ષો સુધી અમદાવાદમાં રહ્યો હોવાથી પોતાને સવાયો ગુજરાતી જ ગણાવે છે અને બહુ જ ફાંકડું ગુજરાતી બોલી પણ શકે છે.
ફિલ્મ ‘માર્કો‘નો હિરો ઉન્ની મુકુંદન હવે ફિલ્મ દિગ્દર્શક બની ગયો

Recent Comments