મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવાર તા. ૨૯ના રોજ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે એક અગત્યની બેઠક યોજી, અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્યસચિવ અને ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવશ્રી એમ.કે. દાસ, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની તથા અમદાવાદ કલેક્ટર શ્રી સુજિત કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે એક અગત્યની બેઠક યોજી

Recent Comments