ફરી એકવાર જૂનાગઢમાં રાજકારણ ગરમાયું છે જેમાં, જિલ્લા પંચાયત પ્રમુખ હરીશ ઠુમ્મરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પૂર્વ અધ્યક્ષના પતિ અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખાટરિયાએ હરીશ ઠુમ્મરને આ ધમકી આપી છે. જિલ્લા પ્રમુખને વોટ્સએપ કોલિંગ દ્વારા ધમકી આપવામાં આવી છે.
આ પહેલા પણ જિલ્લા પંચાયત પ્રમુખને દિનેશ ખટારીયા ધમકીઓ આપી ચૂક્યા છે. જિલ્લા પંચાયતના સભ્યોમાં આંતરિક મત ભેદો કરાવતા હોવાની ફરિયાદ તેમની વિરૂદ્ધ થઈ હતી. ઘટનાની વાત કરીએ તો વંથલી તાલુકાના સરપંચઓ દ્વારા ડીડીઓનું સન્માન કરાયું હતું. સન્માન પ્રસંગે સરપંચોએ પ્રમુખ હરેશ ઠુમ્મરની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને આ શુભેચ્છા મુલાકાત બાદ દિનેશ ખટારીયાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મર ગાંધીનગર જવા રવાના થયા અને આ સમગ્ર મામલાને લઈને મવડી મંડળને રજૂઆત કરાશે.
ડીડીઓ અને સરપંચ યુનિયનના ચાલતા વિવાદમાં ભડકો થયો છે. ત્યારે આ સમગ્ર મામલાને લઈ દિનેશ ખટારિયાએ નિવેદન આપતા કહ્યું કે મેં આવી કોઈ ધમકી આપી નથી. મારો વિરોધ માત્રને માત્ર જિલ્લા વિકાસ અધિકારી સામે છે, એ પણ ગામડાના વિકાસ માટે ડીડીઓની જાેહુકમી સામે વિરોધ છે.
જિલ્લા પંચાયત પ્રમુખ હરીશ ઠુમ્મરને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખાટરિયાએ જાનથી મારી નાખવાની ધમકી આપી

Recent Comments