ભાવનગર

માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓનો જીવ બચાવવા માટેની “સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમરીટન”એવોર્ડથી લોકો માહિતગાર થાય તે માટેનું સઘન આયોજન કરવા કલેક્ટરશ્રીની સુચના

આજે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.મનિષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી
કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ સુચનો કરતાં જણાવ્યું કે, શાળા,કોલેજો તેમજ લોકોની અવરજવર રહેલી
હોય તેવાં વિસ્તારોમાં માર્ગ સલામતી અવેરનેસના કાર્યક્રમો યોજવા, માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓનો જીવ
બચાવવા માટેની “સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમરીટન” એવોર્ડથી લોકો માહિતગાર થાય તે માટેનું સઘન
આયોજન કરવા પર સવિશેષ ભાર મુક્યો હતો. લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપી અકસ્માત સંભવિત વિસ્તારોમાં જરૂરી
પગલાંની સાથે હેલ્મેટ અને લાયસન્સ વગરનાં વાહન ચાલકો પર સત્વરે જરૂરી કાર્યવાહી હાથ ધરવા,જરૂર જણાય
તેવા વિસ્તારોમાં સાઇનબોર્ડ, સ્પીડ બ્રેકર લગાવવા સૂચના આપી હતી.
આર. ટી. ઓ. ઓફિસરશ્રીએ સંબંધિત વિભાગો દ્વારા કરેલ કામગીરીના અહેવાલ અંગે ચર્ચા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.હર્ષદ પટેલ, મદદનીશ કલેકટર શ્રી પ્રતિભા દહીયા, રોડ સેફ્ટી
ટ્રેઇનર શ્રી અજયસિંહ જાડેજા સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts