• ED, IT, CBI સ્વાયત સંવિધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરીને વિપક્ષને ખતમ કરવાના ષડયંત્રો ખુલ્લા પડી ગયા : શ્રી અમિત ચાવડા
• સત્તા સામે સત્યનો વિજય : શ્રી અમિત ચાવડા
• ભાજપ સરકારની તાનાશાહી સામે સત્યનો વિજય : અમદાવાદમાં પદયાત્રા યોજાઈ.
• ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાના નેતૃત્વમાં યોજાયેલ પદયાત્રા-ભાજપ કાર્યાલયના ઘેરાવમાં મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો જોડાયા : સરકારના ઈશારે પોલીસે કરી અટકાયત.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં સત્યના વિજયની પદયાત્રા સાથે ભાજપના કાર્યાલય ખાનપુર ઘેરાવ કરવા તરફ કૂચ કરવામાં આવી અને સરકારની કુનીતિઓ સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. આ દરમિયાન કોંગ્રેસ પક્ષના નેતા અને કાર્યકરો પર ભાજપ સરકારના ઈશારે પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનોની અટકાયત કરવામાં આવી.
ED, IT, CBI સ્વાયંત સંવિધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરીને વિપક્ષને ખતમ કરવાના ષડયંત્રો અંગે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મોદી સરકાર જે રીતે ED, IT, CBI સ્વાયંત સંવિધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરે છે, આજે એ બેનકાબ થઈ ગયું, આજે તેની પોલ ખુલી ગઈ. દેશની તાનાશાહી સરકાર દ્વારા ખોટા આરોપો લગાવી શ્રી સોનિયા ગાંધીજી અને શ્રી રાહુલ ગાંધીજીને હેરાન-પરેશાન કરવામાં આવ્યા હતા. જેમાં આખરે સત્યની જીત થઈ અને નેશનલ હેરાલ્ડ કેસમાં નામદાર કોર્ટ દ્વારા ED નો કેસ રદ્દ કરવામાં આવ્યો. નેશનલ હેરાલ્ડ, જે છેલ્લા ૧૨ વર્ષથી જે કેસ ઈડીએ ખોટો કેસ બનાવ્યો હતો, આજે ઈડીના તે કેસનું સંજ્ઞાન રાઉઝ એવન્યુની એક અદાલતે લેવાનો ઇનકાર કરી દીધો. The court has refused to take cognizance of the ED’s case on National Herald, against Mrs. Sonia Gandhi, against Mr. Rahul Gandhi and others. આ ષડયંત્ર શું હતું ? આ ષડયંત્ર કેમ હતું ? આ ષડયંત્ર કોણે રચ્યું? આ કેમ રચ્યું? તમે જોયું આજથી ૩ દિવસ પહેલાં, ૨ દિવસ પહેલાં રામલીલા મેદાનમાં લાખો લોકો ભેગા થયા હતા. જનનાયક શ્રી રાહુલ ગાંધી નીડરતાથી લોકતાંત્રિક મૂલ્યોની રક્ષા કરવા માટે હંમેશા રસ્તા પર હોય છે, હંમેશા અવાજ ઉઠાવતા હોય છે.
આ દેશનું બંધારણ અને આ દેશનું લોકતંત્ર તબાહ થવાની કગાર પર છે, જો તેને કોઈ રોકીને ઊભું છે, તો તે શ્રી રાહુલ ગાંધી છે, તે કોંગ્રેસ પક્ષ છે. આ ષડયંત્ર તેથી રચવામાં આવી રહ્યું હતું કે કેવી રીતે શ્રી રાહુલ ગાંધીને હતોત્સાહિત કરવામાં આવે.
આ ષડયંત્ર શ્રી રાહુલ ગાંધી વિરુદ્ધ નથી, શ્રી સોનિયા ગાંધી વિરુદ્ધ નથી, કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ નથી, આ ષડયંત્ર બધાની વિરુદ્ધ છે, આ ષડયંત્ર આ દેશના લોકતંત્ર વિરુદ્ધ છે, આ ષડયંત્ર આ દેશના બંધારણ વિરુદ્ધ છે, આ ષડયંત્ર એક-એક ભારતવાસીના મૂળભૂત અધિકારો વિરુદ્ધ છે. કારણ કે તેમના બધાની રક્ષા કરવાનું દાયિત્વ આ દેશની જનતાએ વિપક્ષને સોંપ્યું છે અને વિપક્ષ, ખાસ કરીને શ્રી રાહુલ ગાંધી તે દાયિત્વને ખૂબ મજબૂતીથી નિભાવી રહ્યા છે.
નેશનલ હેરાલ્ડ પર અંગ્રેજોએ પ્રતિબંધ લગાવ્યો હતો અને આજે તે જ લોકો જે તે વખતે મુખબિરીની ષડયંત્રો રચતા હતા, આજે ફરી નેશનલ હેરાલ્ડ વિરુદ્ધ ષડયંત્રો રચી રહ્યા છે. આ ષડયંત્રો તેથી રચવામાં આવી રહ્યા છે. પરંતુ પીએમએલએનો કેસ એક એવી કંપની પર જે નોટ ફોર પ્રોફિટ કંપની છે, સેક્શન ૨૫ની કંપની છે. કેવી રીતે લાગી શકે? જ્યાં ન તમને તનખ્વાહ મળી શકે, ન જ્યાં એક રૂપિયાનો તમને લાભ મળી શકે, ન જ્યાં યંગ ઇન્ડિયાની કોઈ પ્રોપર્ટી ટ્રાન્સફર થઈ, કંઈ વેચાણ ન થયું, પીએમએલએનો કેસ લગાવી દીધો.
તો આ તમારી પ્રાઇવેટ આર્મી નથી ઈડી અને ઈડીના અધિકારીઓ, સીબીઆઈના અધિકારીઓ, ઇન્કમ ટેક્સના અધિકારીઓને આજે આંખો ખોલીને, કાન ખોલીને સમજી લેવું જોઈએ, સાંભળી લેવું જોઈએ કે તે પોતે પોતાના ભવિષ્ય સાથે તો રમત કરી જ રહ્યા છે, આ દેશના લોકતંત્રના ભવિષ્ય સાથે પણ રમત કરી રહ્યા છે. આ રાહત આ દેશના લોકતંત્રને મળી છે, કારણ કે ચૂપ કરાવવાની ષડયંત્રો ચાલતી રહી અને આગળ પણ ચાલતી રહેશે. જ્યારે પણ શ્રી રાહુલ ગાંધી વોટ ચોરીની વાત કરે છે, કોઈ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવે છે, તો વડાપ્રધાનનો જવાબ શું?
દેશની તાનાશાહી સરકાર દ્વારા ખોટા આરોપો લગાવી શ્રી સોનિયા ગાંધીજી અને શ્રી રાહુલ ગાંધીજીને હેરાન-પરેશાન કરવામાં આવ્યા હતા. જેમાં આખરે સત્યની જીત થઈ અને નેશનલ હેરાલ્ડ કેસમાં નામદાર કોર્ટ દ્વારા ED નો કેસ રદ્દ કરવામાં આવ્યો.
આજરોજ અમદાવાદ યોજાયેલ પદયાત્રા-ભાજપ કાર્યાલય ઘેરાવમાં કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજીભાઈ દેસાઈ, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી સોનલબેન પટેલ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નેતાશ્રી શેહજાદખાન પઠાણ, ધારાસભ્યશ્રી ઈમરાનભાઈ ખેડાવાલા, પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ, શ્રી રાજેશભાઈ ગોહિલ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી ગીતાબેન પટેલ, ચૂંટાયેલા કાઉન્સીલરશ્રીઓ, પ્રદેશના કોંગ્રેસના પદાધિકારીશ્રીઓ, શહેરના આગેવાનો, મહિલા કોંગ્રેસ, યુવક કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ. સહિત મોટી સંખ્યામાં કાર્યકરો “સત્યમેવ જયતે” સત્યનો વિજય, શ્રી રાહુલ ગાંધી જીંદાબાદ, શ્રી સોનિયા ગાંધી જીંદાબાદ સહિતના નારા લગાવીને પ્લે-કાર્ડ સાથે પદયાત્રામાં જોડાયા હતા.


















Recent Comments