દામનગર શહેર ના બ્રહ્મસમાજ મહિલા અગ્રણી શિલ્પાબેન નિકુલભાઈ રાવળ હાલ અમદાવાદ ની પુત્રી રત્ન ખુશ્બુ જીગરકુમાર ત્રિવેદી ને સસરા પીયૂસભાઈ એ ઉચ્ચ અભ્યાસ કરાવી મહિલા સશક્તિકરણ નું ઉત્તમ ઉદારણ પૂરું પાડ્યું અને કહેવાય મહિલા સશક્તિકરણ દામનગર ના સામાન્ય રાવળ પરિવાર ની પુત્રી ખુશ્બુ નો પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ દામનગર ખાતે પૂર્ણ થયો પિતા નિકુલભાઈ પ્રવીણચંદ્ર રાવળે પુત્રી રત્ન ખુશ્બુ ના લગ્ન ભાવનગર વિદ્વાન એડવોકેટ ખ્યાતનામ સોલીસીટર ઓફ કોન્સલ સ્વ ત્રીભુવનભાઈ ત્રિવેદી ના પુત્ર પીયૂસભાઈ ત્રિવેદી ના પુત્ર જીગર ત્રિવેદી સાથે કર્યા હતા સાસરે ગયેલ ખુશ્બુ ની વિદ્યા અભ્યાસ માં રસ રુચિ અને તેજસ્વીતા અને વિચારોથી ઉન્નત રાવળ પરિવાર ની પુત્રી ની પરખ કરી અને સસરા પીયૂસભાઈ ત્રિવેદી એ આગળ ના અભ્યાસ માટે પ્રોત્સાહિત કરી એલ એલ એમ કરાવી કાયદાવિંદ બનાવી દાદા ત્રિભુવનભાઈ ત્રિવેદી પછી ત્રીજી પેઢી એ પૌત્રવધુ ને વારસો જાળવવા માટે સસરા પીયૂસભાઈ ત્રિવેદી ની ઉદત ભાવના એ ખુશ્બુ એલ એલ એમ કરાવ્યું તાજેતર માં પદવીદાન એનાયત પ્રસંગે સમગ્ર ત્રિવેદી પરિવારે હાજરી આપી કાયદાવિંદ ખુશ્બુ ના પદવીદાન પ્રસંગે એ શુભેચ્છા પાઠવી હતી
દામનગરની પુત્રી રત્ન ખુશ્બુ રાવળને સસરાએ એલ એલ એમ કરાવ્યું આને કહેવાય મહિલા સશક્તિકરણ


















Recent Comments