અમરેલી

દામનગરમાં પટેલવાડી ખાતે ઉનાળાનું અમૃત વિના મૂલ્યે છાસ માટે કાર્ડ મેળવી લેવા જીવદયા નંદી સેવા ટ્રસ્ટનો અનુરોધ

દામનગર શહેર માં ઉનાળા નું અમૃત ગણાતી છાસ વિતરણ કેન્દ્ર નો તા.૨૬/૦૩/૨૬ થી પ્રારંભ જીવદયા નંદી સેવા ટ્રસ્ટ સંચાલિત વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર નો રામનવમી ના પાવન પર્વે એ પટેલ વાડી ખાતે પ્રારંભ થશે વિના મૂલ્યે છાસ મેળવવા માટે કાર્ડ મેળવવા માટે ૧.બહુચરા વાસણ ભંડાર અમરશીભાઈ નારોલા મુખ્ય બજાર દામનગર ૨. ગોરધનભાઇ આસોદરિયા ધ્રુફણીયા રોડ ઘનશ્યામનગર ખાતે થી છાસ મેળવવા ઇચ્ચુંક પરિવારો એ છાસ વિતરણ કેન્દ્ર ના કાર્ડ મેળવી લેવા જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો છે ભગવાન શ્રી રામ જન્મોત્સવ ના પાવન પર્વ રામનવમી થી વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર નો પ્રારંભ થશે દૈનિક સવાર માં સમય ૬-૦૦ થી ૭-૦૦ કલાકે વિના મૂલ્યે પટેલ વાડી ખાતે થી જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા છાસ વિતરણ કરાશે તેમ જીવદયા નંદી સેવા ટ્રસ્ટ પરિવાર ની યાદી માં જણાવ્યું છે.      

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

Related Posts