ભાવનગર

પ્રખરતા શોધ કસોટીમાં રાજ્યના પ્રથમ 1000 બાળકોમાં ગણેશ શાળા ટીમાણાના 48 બાળકોએ સ્થાન મેળવ્યું

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 9 માં લેવાતી પ્રખરતા શોધ કસોટી (TST) વર્ષ 2025-26 માં ગણેશ શાળા કુલ 48 બાળકોએ સ્થાન મેળવ્યું છે. આ પરીક્ષાનું પરિણામ ગઈકાલે તારીખ 21 માર્ચ 2026 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિષ્યવૃત્તિ માટે પસંદગી પાત્ર કુલ 1035 બાળકોની યાદી પ્રસિદ્ધ કરી છે. આ પસંદગીમાં એક જ શાળાના કુલ 48 બાળકોએ સ્થાન મેળવીને અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં રાહુલ રમેશભાઈ બારૈયા 99.98 PR, અક્ષય શરદભાઈ પંડ્યા 99.94 PR, ભૌતિક હીપાભાઈ ભાલિયા 99.93 PR, મીરાબેન દિનેશભાઈ બારૈયા 99.93 PR તથા સ્વાતિબેન ચેતનકુમાર જોષી 99.93 PR સાથે સમગ્ર રાજ્યમાં અગ્રેસર રહ્યાં હતાં. પ્રખરતા શોધ કસોટીમાં ઉચ્ચ પરિણામ થકી સમગ્ર શાળામાં આનંદનું વાતાવરણ સવાયું હતું. ગણેશ શાળા – ટીમાણા પરિવાર દ્વારા ઉચ્ચ પરિણામ લાવનાર તમામ બાળકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી.

Related Posts