અમરેલી

“દર્દી દેવો ભવ” આજીવન પ્રતિમાસ રૂ.૧.૦૦.૦૦૦ લાખ ની સખાવત સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ ને અર્પણ કરશે ઉદાર દાતા રત્ન ડોબરીયા પરિવાર

ભાવનગર ના ઉમરાળા તાલુકા ના ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી (જી.ભાવનગ૨) નાં આરોગ્યલક્ષી સેવાકાર્યથી પ્રભાવિત ધારી તાલુકા ના ગામ. દિતલા (જિ.અમરેલી) નાં વતની અને હાલ. અમદાવાદ સ્થિત આપણી હોસ્પિટલનાં ઉદારદિલ દાતા શ્રી બાલુભાઈ બી. પટેલ (ડોબરીયા) નાં પરીવારજનો શ્રી રશ્મીકાંતભાઈ બી. પટેલ (અમદાવાદ) અને શ્રી પંકજભાઈ બી. પટેલ (અમેરીકા) તા.૨૮.૦૧.૨૦૨૬ નાં રોજ આપણી હોસ્પિટલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. તેઓશ્રીએ હોસ્પિટલમાં ચાલતા નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યને રૂબરુ નિહાળી પ્રભાવિત થઈને આજીવન પ્રતિમાસ રૂા.૧,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ પુરા મુજબ (દરવર્ષે રૂા.બાર લાખ પુરા) નું અનુદાન આપવાનો સંકલ્પ કરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તેઓશ્રી દ્વારા દરવર્ષે રૂા.૫,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ પુરા નું અનુદાન પ્રાપ્ત થઈ ૨હયું છે. ઉપરાંત સીટી સ્કેન બિલ્ડીંગ માટે રૂા.૨૧,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એકવીસ લાખ પુરા નું અનુદાન પ્રાપ્ત થયેલ છે. આ તકે મેડીકલ સુપ્રિ. ડો. નટુભાઈ રાજપરા, ટ્રસ્ટી-બી.એલ.રાજપરા, તથા ડો. જયેશ પટેલ દ્વારા ‘મોમેન્ટો’ અને શાલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવેલ.હોસ્પિટલ ટ્રસ્ટીમંડળે શ્રી બાલુભાઈ બી. પટેલ (ડોબરીયા) તથા તેમનાં પરીવારજનોનો હદયપૂર્વકનો આભાર વ્યકત કરેલ છે.

Related Posts