તળાજા તાલુકાના હુબકવડ ગામના ખેડૂતપુત્ર આસ્તિકભાઈ મુકેશભાઈ પંડ્યાએ NEET -2025ની પરીક્ષાના બે દિવસ અગાઉ જ તેમના માતૃશ્રીનું અકાળે અવસાન થતાં હતું. આવી કપરી પરિસ્થિતિમાં પણ પોતાના મન પર સંતુલન રાખી અડગ વિશ્વાસ સાથે અને ગણેશ શાળા- ટીમાણાના શિક્ષકો દ્વારા અપાયેલ માર્ગદર્શન મુજબ સખત પરિશ્રમ કરી NEET- 2025 માં 534 ગુણ મેળવી અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે.
આસ્તિકભાઈ જણાવે છે કે આ ઉચ્ચતમ સિદ્ધિમાં તેમના માતા-પિતાના આશીર્વાદ તથા સગા સંબંધીઓ ના સહકાર તેમજ ગણેશ શાળા – ટીમાણાની શિક્ષણની ઉત્તમ પદ્ધતિ તેમજ પરીક્ષા પૂર્ણ થઈ ત્યાં સુધી ગણેશ શાળા દ્વારા અપાયેલ સંપૂર્ણ સહકારને કારણે આવી કપરી પરિસ્થિતિમાં પણ સંતુલન જાળવીને આવી ઉચ્ચતમ સફળતા મેળવી છે. તેઓ એવું પણ જણાવે છે કે એ NEET ની પરીક્ષામાં 534 જેવા ઉચ્ચ ગુણાંક મેળવી ભવિષ્યમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવી ગરીબોની અને દેશની સેવા કરી ખરા અર્થમાં પોતાની માતૃશ્રીને શ્રદ્ધાંજલી આપવા ઈચ્છે છે.
Recent Comments