અમરેલી

સાવરકુંડલાના શેલણા ગામે વિકાસ સપ્તાહની ઉજવણી, ગ્રામજનોને પોષણ અને શિક્ષણના જુદા જુદા આયામોથી વાકેફ કરવામાં આવ્યાં

સાવરકુંડલાના શેલણા ગામે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં પોષણક્ષમ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ખાસ પોષણશિક્ષણ અને સર્વાંગી વિકાસ સંદર્ભે જનજાગૃતિ વ્યાપક બને તે માટે જરૂરી માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. ખાસ આંગણવાડી કાર્યકર બહેનોએ વાનગી સ્પર્ધા અંતર્ગત ટી.એચ.આર અને મીલેટ્સમાંથી બનાવેલી વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

ઉપરાંત બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ સામગ્રી ચાર્ટ્સ નું પણ નિદર્શન રાખવામાં આવ્યું હતું. આમઆ કાર્યક્રમમાં ગ્રામજનોને પોષણ અને શિક્ષણના જુદા જુદા આયામોથી પણ વાકેફ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી મામલતદારશ્રીતાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારી પદાધિકારી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત હતા.

Related Posts