સાવરકુંડલા શહેરના વોર્ડ નં. ૬ ના વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ બેકાબૂ બન્યો છે. ઘેર-ઘેર માંદગી ફેલાય તે પહેલા તંત્ર જાગે તેવી માંગ સાથે વોર્ડના સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ ચીફ ઓફિસરશ્રી/પ્રમુખશ્રીને લેખિત ફરિયાદ કરી છે.
ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ (૧), ૮૭ અને ૨૪૧ મુજબ જાહેર આરોગ્ય જાળવવાની, ગંદકી દૂર કરવાની અને ચેપી રોગો અટકાવવાની નગરપાલિકાની ફરજ છે. છતાં તંત્ર દ્વારા યોગ્ય કામગીરી ન થતાં
પાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ ફરિયાદની વિગત આપતા જણાવ્યું હતું કે
શહેરમાં પડેલા વરસાદને કારણે વિસ્તારોમાં પાણી ભરાયેલા છે, ખાડા-ખાબોચિયા છે અને કચરાના ઢગલાઓ થયેલા છે. નગરપાલિકા દ્વારા નિયમિત સફાઈ ન થતી હોવાથી અને ગટરની મેઈન કુંડીઓમાં ગાળ ભરેલો હોવાથી શેરીઓમાં ગટરની કુંડીઓ ઉભરાય છે. જેથી ગંદકી ને કારણે ગુ.ન.પા. અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૮૭, ૨૪૧, ૧૫ તેમજ ૧૬૧ ની જોગવાઈનો સ્પષ્ટ ભંગ થયેલ છે.
વોર્ડ નં. ૬ ના *કર્મચારી સોસાયટી, કોલેજ રોડ, ગુજરાત હા. બોર્ડ, વિદ્યુત નગર, વિધુતનગર સામેની વસાહત, દેવીપુજક વિસ્તાર, શિવમપાર્ક, ગાયત્રી સોસાયટી, ગાયત્રીની બાજુનો વિસ્તાર, આનંદ પાર્ક, વેલનાથપરા, અંબિકા સોસાયટી, એશીયાડ સોસાયટી, યોગેશ્વર સોસાયટી, ઇન્દિરા વસાહત, ખાણ વિસ્તાર, ફ્રેન્ડ સોસાયટી, ભાવના સોસાયટી, ગાંધી સોસાયટી, બીડીકામદાર સોસાયટી* સહિતના વીસ થી વધુ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ થતાં તાવ, શરદી, ઉધરસનો વાયરો ફેલાય તે પહેલા
પાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ વધુમાં જણાવ્યું છે કે
1. ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ (૧) હેઠળ ઉપરોક્ત વિસ્તારોમાં DDT તેમજ પ્રવાહી દવાનો છંટકાવ કરવા
2. ડોર ટુ ડોર ફોગિંગની કામગીરી તાત્કાલિક શરૂ કરવા
3. પાણીના ખાબોચિયા હોય ત્યાં બળેલ ઓઈલનો છંટકાવ કરવા સેનીટેશન વિભાગને સૂચના આપવા
અને “વિસ્તારના લોકોનું આરોગ્ય જાળવવું નગરપાલિકાની કાનૂની ફરજ છે. અધિનિયમની જોગવાઈ મુજબ તપાસ કરી સાત દિવસમાં તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે . જો સમયસર કાર્યવાહી નહીં થાય તો અધિનિયમની જોગવાઈ મુજબ આગળની કાર્યવાહીની ફરજ પડશે.” એમ તેણે સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને સંબોધિને કરેલ તેમની લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું.
















Recent Comments