”નિતાંત એકાંતમાં આવે છે
ફરી એ એષણાંઓ,
બસ ત્યાંથી શરૂ થઈ છે
આ સંભાવનાઓ જંગની.. !!!”
— “પાંધી સર”
દિલ્હીના જંતર-મંતર ખાતે કોક્રોચ પાર્ટી દ્વારા ચાલી રહેલું આંદોલન હવે માત્ર એક વિરોધ પ્રદર્શન નથી રહ્યું, પરંતુ દેશના લાખો બાળકોના ભવિષ્ય અને લોકશાહીના રક્ષણ માટેનો એક નિર્ણાયક સંગ્રામ બની ચૂક્યું છે. નીટ (NEET) પેપર લીક વિરોધમાં અને શિક્ષણ મંત્રીના રાજીનામાની પાયાની માંગ સાથે સમાજ સુધારક સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની ટીમ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહેલું.
પરિસ્થિતિની ગંભીરતા અને વ્યાપક લોકરોષનો પ્રભાવ સમજીને હવે પ્રશાસન અને સત્તાધીશો પણ મજબૂર બન્યા હોય એવું પ્રથય દ્રષ્ટિએ લાગે છે . પરંતુ *અસ્પતાલના બિછાનેથી લઈને હાલાત હિરાસત જેવા બને કે વાટાઘાટોનો દૌર ચાલે — રાજકારણનું આ કેવો આલમ છે? જ્યાં હોસ્પિટલો પણ હવે રાજકીય હલચલનું અજીબ કેન્દ્ર બની ગઈ છે!*
આપણા ઘરનું બાળક જો ૧૮ કલાક સુધી અન્ન ન ગ્રહણ કરે તો મા-બાપ તરીકે આપણે આકુળ-વ્યાકુળ થઈ જઈએ છીએ. ત્યારે જે વ્યક્તિ સમગ્ર દેશના બાળકો અને આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ૨૨-૨૨ દિવસથી ભૂખ્યા રહીને લડી , તેને સંપૂર્ણ સમર્થન આપવું એ શું સમાજની નૈતિક ફરજ નથી?
આજે જો આપણે મૌન રહીશું તો કાલે આપણા પોતાના બાળકો કે તેમના બાળકો પણ આ જ દૂષિત સિસ્ટમ અને પેપર લીકનો ભોગ નહીં બને? એક વાત પણ ચોક્કસ છે કે .*આજે જો દેશમાં અટલ બિહારી વાજપેયી જેવા ઉદાત્ત નેતા જીવિત કે સત્તા સ્થાને હોત, તો કદાચ તેમણે સામે ચાલીને સોનમ વાંગચુકના ઉપવાસ પારણા કરાવી શિક્ષણ મંત્રીનું રાજીનામું મેળવી લીધું હોત.*
જુલમોં સિતમની પણ હદ હોય: નિર્દોષ વિદ્યાર્થીઓ પર અત્યાચાર કેવો આદેશ?
*શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા નિર્દોષ અને નિહથ્થા વિદ્યાર્થીઓ પર બેરહમીથી તૂટી પડી, લાઠીચાર્જ કે અશ્રુવાયુના ગોળા છોડીને વિદ્યાર્થીઓના અવાજને કુંઠિત કરવો એ તંદુરસ્ત લોકતંત્રની નિશાની તો નથી જ.* આ કલુષિત થતી રાજનીતિ પર એક બહુ મોટો યક્ષ પ્રશ્ન છે. પ્રાચીન સમયમાં રાજાશાહી હતી ત્યારે પણ રાજાના મનમાં સમગ્ર રૈયત માટે ‘આ મારી પ્રજા છે’ એવો એકસમાન ભાવ રહેતો. જ્યારે આજના લોકશાહીના યુગમાં સત્તા સ્થાને પહોંચ્યા પછી પણ “આ મારો પક્ષ, આ વિપક્ષ કે આ અપક્ષ” જેવા ભેદભાવો પણ પરોક્ષ રીતે બળવત્તર બની રહ્યા હોય એવો અહેસાસ થાય છે.
વિદેશોમાં નાની ભૂલ કે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામા પડતા હોય છે, તો પછી ભારતીય પરંપરા કેમ બદલાઈ?
*આંદોલનો માત્ર વિકલ્પ નથી: સિસ્ટમ અને માનસિકતા બદલવાની જરૂરત*
આંદોલનો થાય, સરકારો બદલાય અને બીજી સરકાર આવે પરંતુ જો પરિસ્થિતિ એ જ રહે તો એવા આંદોલનોનો અર્થ શું? ખરી જરૂરિયાત માનસિકતા અને સિસ્ટમ બદલવાની છે:
*પૂર્વગ્રહ રહિત નિયમો* નીતિ-નિયમો કોઈ પણ “મારા-તારા” ના ભેદભાવ વગર રચાવવા જોઈએ.
















Recent Comments