બળબળતા તાપમાં
જે રાહદારીને ટાઢક આપે છે,
એ લાયન્સ ક્લબ છે
જે માનવતાની મહેક આપે છે.
તરસ છીપાવીને હૈયામાંથી
જે આશિષ નીકળે છે,
એ જ સાચું પુણ્ય છે
જે સેવાનું ફળ આપે છે.
–“પાંધી સર”
શહેરમાં વધતા જતા ઉનાળાના તાપને ધ્યાનમાં રાખીને દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા લોકસેવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. શહેરના મુખ્ય વિસ્તાર એવા રિદ્ધિ-સિદ્ધિ મહાદેવ મંદિરની સામે અને નાવલી પોલીસ ચોકી પાસે લાયન્સ ક્લબ દ્વારા ઠંડા પાણીના પરબનો આજરોજ ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પરબનું ઉદઘાટન પરમ વંદનીય ભક્તિરામબાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. બાપુએ લાયન્સ ક્લબની આ પ્રવૃત્તિને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, તરસ્યાને પાણી પીવડાવવું એ સૌથી મોટું પુણ્યનું કામ છે.
આ પરબ આખા ઉનાળા દરમિયાન કાર્યરત રહેશે. ખાસ વાત એ છે કે પાણીની ગુણવત્તા અને શીતળતા જળવાઈ રહે તે માટે દિવસ દરમિયાન સાત થી આઠ વખત ઠંડા પાણીના જગ રિફિલ કરવામાં આવે છે. સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા સેંકડો રાહદારીઓ આ સેવાનો લાભ લઈ રહ્યા છે. આકરી ગરમીમાં ઠંડુ પાણી મળતા લોકોના ચહેરા પર સંતોષ જોવા મળે છે અને લાયન્સ ક્લબની આ કામગીરીને જનતાના હૃદયપૂર્વકના આશીર્વાદ મળી રહ્યા છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા લાયન્સ ક્લબના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
















Recent Comments