ધર્મના આ યજ્ઞમાં માનવતાની સૌરભ ભળી ગઈ,
રક્તના ટીપે-ટીપે માની ભક્તિ આજે ફળી ગઈ.
શ્રદ્ધાનો પાવન હવન નિમિત્તે
રકતદાનની આહુતિ અનોખી,
સેવાના આ માર્ગ પર જ સાચી જન્નત મળી ગઈ.
–“પાંધી સર”
તાજેતરમાં સાવરકુંડલા ખાતે કાબરીયા પરિવારના કુળદેવી માતાજીના હવનના પવિત્ર પ્રસંગે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકા શાખાના મેહુલભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ આ અવસરે એક વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધાર્મિક ઉત્સવની સાથે સામાજિક જવાબદારીના સમન્વય રૂપે યોજાયેલા આ કેમ્પમાં ભક્તો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. માતાજીના હવનની સાથે લોકસમુદાયે રક્તદાન રૂપી આહુતિ આપીને અનેક જરૂરિયાતમંદ દર્દીઓના જીવન બચાવવાનો સંકલ્પ કર્યો હતો. બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જે બદલ રેડક્રોસ સોસાયટી અને કાબરીયા પરિવાર દ્વારા તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો..














Recent Comments