સુરતમાં સેલવાસમાં ઘાટ પરથી ઉતારતાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માતમાં ચાર લોકોના મોત
કારમાં સવાર પાંચ પૈકી ચાર યુવકનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં સેલવાસના દૂધની રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. અકસ્માતની આ ઘટનામાં કારમાં સવાર સુરતના પાંચ પૈકી ચાર મિત્રનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે.આ ગંભીર અકસ્માતની મળતી માહિતી મુજબ, સુરતના પાંચ મિત્રો કાર નં. લઇને સુરતથી સંઘ પ્રદેશ દાદરા અને નગર-હવેલીના દૂધનીના પ્રવાસે આવ્યા હતા. તેઓ ફરીને પરત સુરત આવવા રવાના થયા હતા.
એ દરમિયાન ખાનવેલ તરફ જઇ રહ્યા હતા. એ સમયે ઘાટ ઊતરતી વખતે કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કારચાલકે સમય સૂચકતા વાપરી મોટી દુર્ઘટના ટાળવા માટે ઘાટ ઉપરના મોટા પથ્થર સાથે કાર અથડાવી અકસ્માત સર્જ્યો હતો, જાેકે કમનસીબે કાર ચાર-પાંચ પલટી મારીને નીચે ઘાટમાં ઊતરી જતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર પાંચ પૈકી ચાર યુવકનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો. આ અકસ્માતની ઘટના જાેતાં સ્થાનિક લોકોએ દોડી આવી પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં ફસાયેલા મૃતદેહોને પતરાં ચીરીને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે ચારેય મૃતદેહોને પીએમ અર્થે અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. મૃતકોમાં હસમુખ માગોકિયા સુજિત પુરુષોત્તમ કલાડિયા સંજય ચંદુ ગજ્જર અને હરેશ વડોહડિયા નો સમાવેશ થાય છે.જ્યારે સુનીલ કાલિદાસ નિકુડે ને ઈજા પહોંચી હતી.
Recent Comments