fbpx
અમરેલી

ધારાસભ્ય કસવાલાની ઉપસ્થિતિમાં સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમા રુ.૨૫.૨૦ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયું હતું.

કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સાવરકુંડલાએ વિકાસ ક્ષેત્રે આગવા સીમા ચિન્હો અંકિત કર્યા છે ત્યારે સાવરકુંડલા લીલીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કસવાલાએ સાવરકુંડલાના વિકાસ માટે અઢળક સરકારશ્રી માંથી ગ્રાન્ટો લાવીને એક શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે સાવરકુંડલાના ગ્રામ્ય માર્ગો જે એક તાલુકાથી બીજા તાલુકાને જોડતા રસ્તાઓ તેમજ કાચા થી ડામર(નોનપ્લાન) રસ્તો અને આનુષાંગીક કામગીરી માટે કેરાળા – જુનાસાવર એમ.ડી.આર કક્ષાનો રસ્તો જે રૂા.૧૪૦ લાખના ખર્ચે તૈયાર થશે

તેમજ અમરેલી – લીલીયા – ક્રાંકચ રોડ જે રૂા.૧૮૦૦ લાખના ખર્ચે ૧૦ મીટર પહોળો બનશે અને ડબલ્લપટૃી(ટુ ટ્રેક) સાથેની SH, કક્ષાના રસ્તામાં સુચિત કામગીરી.૧૮/૦૦ થી ૨૭/૦૦ રીસરફેસીંગ, ગામતળ વિસ્તારમાં સી.સી.રોડ, પ્રોટકેશન વોલની કામગીરી તથા રોડ ફર્નીચરની કામગીરી કરવામાં આવશે એવી જ રીતે કાચા થી ડામર (નોનપ્લાન) રસ્તો ઓળીયા – નાનાભમોદ્રા રોડ જે રૂા.૫૨૦ લાખના ખર્ચે સી.સી.રોડ, પાઇપવાળા નાળા અને પ્રોટેકશનવોલની કામગીરીનો સમાવેશ થાય છે. આ તમામ રોડના ખાતમુહર્ત ધારાસભ્ય કસવાલાએ કર્યા હતા અને કામ કરતી એજન્સીને સારા અને ગુણવત્તાસભર રસ્તાઓ બને તે માટે તાકીદ કર્યા હતા ત્યારબાદ સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામે રૂા.૬૦ લાખના ખર્ચે તૈયાર થયેલ ઓળીયા પેટા આરોગ્ય કેન્દ્ર દર્દીનારાયણો માટે લોકાર્પણ કરયુ હતુ આ સમગ્ર આયોજનમાં શ્રી કસવાલા સાથે જીલ્લા પંચાયત આરોગ્ય સમિતીના ચેરમેનશ્રી અશ્વીનભાઇ કુંજડીયા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જીતુભાઇ કાછડીયા, સરપંચશ્રીઓ, માર્ગ અને મકાન વિભાગના અધીકારીશ્રીઓ અને ગ્રામજનો, ભાજપ કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહયા હતા તેમ ”અટલધારા” કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts