અમરેલી

કુંકાવાવ તાલુકાના નાજાપુર ગામે મેડીકલ સાઘન સેવા સહાય સેન્ટર નો પ્રારંભ

કુંકાવાવ તાલુકાના નાજાપુર ગામે મેડીકલ સાઘન સેવા સહાય સેન્ટર નો પ્રારંભ. આજે સમાજમાં  શારીરિક બિમારી નું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે,  તેવા સમયે ગ્રામીણ લોકો ને સ્થાનિક. લેવલે જરૂરી સગવડો મળી રહે, તેવી ભાવના થી વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા, બગસરા ના વતની શ્રી હિતેશભાઈ પ્રવીણચંદ્ર દેસાઈ પરીવાર મુંબઈ  ના આર્થિક સહયોગથી સ્વ. વસુમતી બેન પ્રવીણચંદ્ર દેસાઈ ના સ્મરણાર્થે, અન્નપૂર્ણા મિત્ર મંડળ નાઝાપુર દ્રારા તારીખ ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ, એક વિનામૂલ્યે મેડીકલ સાઘન સહાય સેન્ટર નો શુભારંભ કરવામાં આવેલ છે, જેમાં અલગ અલગ  ૧૪  પ્રકારના સાધનો લોકો ની સેવાર્થે રાખવામાં આવેલ. આ અંતરીયાળ ગામ માં આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે, આ ગામ ના સેવાભાવી નાગરિકો અને આ ગામની પ્રાથમિક શાળા ના પૂર્વ આચાર્ય મધુભાઈ ભુવાએ  જહેમત ઊઠાવી હતી તેમ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી રમેશભાઈ રાઠોડ તેમજ દેવચંદ સાવલિયા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પરીવાર ની યાદી માં જણાવ્યું હતું

Related Posts