ભારતીય કોસ્ટ ગાર્ડ (ૈંઝ્રય્) દરિયાઈ સુરક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. માર્ગના દરેક પગલા પર નજર રાખવામાં આવે છે. દરમિયાન કોસ્ટ ગાર્ડે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સુરક્ષા દળોએ બે બાંગ્લાદેશી ફિશિંગ બોટને જપ્ત કરી છે જે ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે આવી હતી. આ સાથે ૭૮ બાંગ્લાદેશી માછીમારોની પણ અટકાયત કરવામાં આવી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ જહાજ ઈન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઈન (ૈંસ્મ્ન્) પાસે નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યું હતું. દરમિયાન, પેટ્રોલિંગ દરમિયાન, ભારતીય કોસ્ટ ગાર્ડને ભારતીય દરિયાઇ ઝોનમાં શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી મળી હતી. જે બાદ સુરક્ષા દળોએ કોઈપણ વિલંબ કર્યા વગર તપાસ શરૂ કરી દીધી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે બે બાંગ્લાદેશી ફિશિંગ બોટ “હ્લફ લૈલા-૨” અને “હ્લફ મેઘના-૫” ભારતીય વિસ્તારમાં પરવાનગી વગર માછીમારી કરી રહી હતી. આ પછી, ભારતીય કોસ્ટ ગાર્ડે તાત્કાલિક કાર્યવાહી કરી અને આ બંને બોટને અટકાવી અને તપાસ કરી. જેમાં આ બંને બોટ બાંગ્લાદેશમાં નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું હતું. આ બે બોટમાં ૪૧ અને ૩૭ બાંગ્લાદેશી નાગરિકો હાજર હતા. ૈંઝ્રય્એ બંને બોટમાં હાજર માછીમારોને પકડીને આગળની કાર્યવાહી માટે તમામ માછીમારોને સંબંધિત અધિકારીઓને સોંપી દીધા છે.
Recent Comments