અમરેલી

અમરેલી જિલ્લામાં મકાન, ઓફિસ, ગોડાઉન સહિત વિવિધ જગ્યા ભાડે આપતા સમયે પોલીસ સ્ટેશન જાણ કરવી

અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં મકાનદુકાનઔદ્યોગિક એકમઓફિસગોડાઉનકોલ્ડ સ્ટોરેજ વગેરે જગ્યા ભાડે આપતા સમયે માલિકે ભાડુઆત પાસેથી આધાર-પુરાવા મેળવીને સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.

જગ્યાના માલિકે સંબંધિત પોલીસ સ્ટેશનમાં નિયત નમૂના મુજબની વિગત દર્શાવતું ફોર્મ ભરી તેમાં જરુરી વિગતો પૂરી પાડવી. અમરેલી જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. આ હુકમનો ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ની જોગવાઈઓ હેઠળ કાનૂની કાર્યવાહી થશે તથા તે હેઠળ શિક્ષાપાત્ર થશે.

આ હુકમ અન્વયે ફરજ પરના હેડ કોન્સ્ટેબલ તથા તેઓની ઉપરના અમરેલી જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓને હુકમનો ભંગ કરનાર ઈસમો સામે ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. જાહેરનામું સમગ્ર અમરેલી જિલ્લામાં તા.૨૭.૦૯.૨૦૨૬ સુધી અમલી રહેશે.

Related Posts