અમરેલી

જિલ્લાના સ્પા, મસાજ પાર્લરના માલિક, સંચાલકોએ આવશ્યક વિગતો પોલીસ સ્ટેશનને આપવી ફરજિયાત

સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને સુરક્ષાને ધ્યાને લઈને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છેઆ હુકમ સમગ્ર અમરેલી જિલ્લામાં લાગુ પડશે.

સમગ્ર જિલ્લાના તમામ વિસ્તારમાં આવેલા સ્પામસાજ પાર્લરના માલિકસંચાલકોએ નામસરનામામોબાઈલ નંબરકર્મચારીઓની તમામ વિગતોતેમના ફોટોગ્રાફ્સઆધારકાર્ડ નંબરડ્રાઈવિંગ લાઈસન્સ નંબરપાર્ટનરનું નામસરનામા અને મોબાઈલ નંબર સહિતની વિગતો પોલીસ સ્ટેશનને ફરજિયાત આપવી.

૩૦ દિવસના સી.સી.ટી.વી કેમેરા રેકોર્ડિંગ રહે તે રીતે રિસેપ્શન તથા કોમન એરિયામાં સહિતના વિસ્તારને આવરી લેતા સી.સી.ટી.વી. કેમેરા ફરજિયાત રાખવાજે જરૂર પડ્યે સંબંધિત પોલીસ સ્ટેશને આપવા.

સ્પામસાજ પાર્લર માલિકનું પોતાનું હોય તો તે પુરાવા અથવા ભાડે હોય તો ભાડા કરાર સહિતના પુરાવાઓની નકલ આપવી. સ્પામસાજ પાર્લરમાં આવતા જતા ગ્રાહકોની આઈ.ડી.પ્રૂફ ફરજિયાત રાખવાની રહેશેરજિસ્ટર નિભાવવુંતમામ વિગતો કોરા કાગળ પર લખીને પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવી. આ અંગે સંબંધિત પોલીસ સ્ટેશને રજિસ્ટર નિભાવવા.

આ હુકમ તા. ૨૭.૦૯.૨૦૨૬ સુધી અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ-૨૨૩ની જોગવાઈઓ અન્વયે કાર્યવાહી થશે.

Related Posts