Instagram Reels પર ઘણા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. એપ્લિકેશને બહેતર યુઝર્સ એક્સપિરિયન્સ માટે રીલ્સ રેકોર્ડ કરવા માટેની સમય મર્યાદામાં વધારો કર્યો છે. હવે તમે 60 સેકન્ડને બદલે 90 સેકન્ડ માટે ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ રેકોર્ડ કરી શકશો.
આ સાથે યુઝર્સને ઈન્સ્ટાગ્રામ રીલ્સમાં ઇન્ટરેક્ટિવ સ્ટીકર્સ પણ મળશે, જે અત્યાર સુધી માત્ર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં જ મળતા હતા.. આ સાથે, યુઝર્સ હવે કોમેન્ટ્રી અને બેકગ્રાઉન્ડ માટે પોતાની ઓડિયો રીલ્સ એડ કરી શકશે.
મળશે ઘણા નવા ફિચર્સ
ઑડિયો વિશે વાત કરીએ તો, યુઝર્સને ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર એર હોર્ન, ક્રિકેટ અને અન્ય ઘણા નવા ઓપ્શન મળશે. તાજેતરમાં Instagram એ Amber Alert ફીચર ઉમેર્યું છે, જેની મદદથી તમે ખોવાયેલા બાળકોને શોધી શકો છો. Instagram TikTok સાથે સ્પર્ધા કરવા માટે આ સુવિધાઓને રોલ આઉટ કરી રહ્યું છે, જેથી યુઝર્સ તેમની ઓડિયન્સ સાથે વધુ સારી રીતે કનેક્ટ થઈ શકે.
90 સેકન્ડના વીડિયો અપલોડ થઈ શકશે
નવા ફીચરની મદદથી ઈન્સ્ટાગ્રામ યુઝર્સ 60ની જગ્યાએ 90 સેકન્ડ માટે રીલ રેકોર્ડ કરી શકશે. આ ફીચરની મદદથી યુઝર્સ તેમના કન્ટેન્ટ દ્વારા ઓડિયન્સ સાથે વધુ સારી રીતે કનેક્ટ થઈ શકશે. હવે યુઝર્સને તેમના વીડિયો માટે 30 સેકન્ડ વધુ સમય મળશે, તેથી તેમની પાસે વધુ ઓપ્શન હશે.
રીલ્સ ઓડિયો પણ થયો બદલાવ
ઈન્સ્ટાગ્રામ રીલ્સ પર યુઝર્સને ઘણી નવી ઓડિયો ઈફેક્ટ્સ મળશે. યુઝર્સને તેમના વીડિયોમાં એર હોર્ન, ક્રિકેટ, ડ્રમ જેવા ઘણા નવા ઓડિયો ઉમેરી શકે છે. આની મદદથી યુઝર્સ તેમની રીલ્સને વધુ સારી બનાવી શકશે.
ક્રિએટર્સ તેમના ઑડિયોને રીલ્સમાં ઇમ્પોર્ટ કરી શકશે. આનો ઉપયોગ કરીને, ક્રિએટર્સ ઓછામાં ઓછા 5 સેકન્ડ માટે તેમના વીડિયોમાં બેકગ્રાઉન્ડ વોઇસ અથવા કોમેન્ટરી ઉમેરી શકશે.
આવ્યું નવું ટેમ્પલેટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઇન્ટરેક્ટિવ સ્ટીકરનો ઓપ્શન પણ હશે. ક્રિએટર્સ તેમના વીડિયોમાં પોલ સ્ટિકર્સ, ક્વિઝ સ્ટિકર્સ અને ઇમોજી સ્લાઇડર્સ જેવા ઇન્ટરેક્ટિવ ઉમેરી શકે છે. આ બધા ઓપ્શન યુઝર્સ માટે Instagram સ્ટોરીમાં મળતા હતા. જે હવે રીલ્સ પર પણ મળતા થશે. આ બધાની સાથે યુઝર્સને એક નવો ટેમ્પલેટ પણ મળશે. આ ટેમ્પ્લેટની મદદથી, યુઝર્સે માત્ર તેમના વીડિયો રેકોર્ડિંગને ટ્રિમ કરવા પડશે.
Recent Comments