fbpx
રાષ્ટ્રીય

ઈરાન ઈઝરાયેલ પર પલટવાર કરવા માટે ‘ઓપરેશન ટ્રૂ પ્રોમિસ થ્રી’ની તૈયારી કરી રહ્યું છે

ઈરાન સમર્થિત હુમલાની શક્યતા વ્યક્ત કરતી પોસ્ટ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરવામાં આવી રહી છે
ઈરાની આર્મીના ચીફ ઓફ સ્ટાફે જાહેરાત કરી છે કે ઈઝરાયેલના હુમલાના જવાબમાં ઈરાનની કાર્યવાહી કલ્પના બહારની હશેગયા મહિને ૨૬ ઓક્ટોબરે ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો હતો. ઈઝરાયેલનો આ હુમલો ઈરાન દ્વારા ૧ ઓક્ટોબરે છોડવામાં આવેલી ૧૮૦ બેલેસ્ટિક મિસાઈલોનો જવાબ હતો. ઈઝરાયેલના હુમલા બાદ જ ઈરાને સ્પષ્ટ કરી દીધું હતું કે તે ઈઝરાયેલ સામે બદલો લેશે.

ઘણા મીડિયા રિપોર્ટ્‌સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ઈરાન ઈઝરાયેલ પર પલટવાર કરવા માટે ‘ઓપરેશન ટ્રૂ પ્રોમિસ થ્રી’ની તૈયારી કરી રહ્યું છે અને તેહરાનનો આગામી હુમલો અગાઉના બે હુમલા કરતા વધુ ઘાતક હશે. ફરી એકવાર ઈરાને ઈઝરાયેલ પર હુમલાની ચેતવણી આપી છે એવું માનવામાં આવે છે કે ઈરાન આગામી ૨૪ કલાક અથવા થોડા દિવસોમાં ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે. હકીકતમાં, ઈરાની આર્મીના ચીફ ઓફ સ્ટાફે જાહેરાત કરી છે કે ઈઝરાયેલના હુમલાના જવાબમાં ઈરાનની કાર્યવાહી કલ્પના બહારની હશે. મંગળવારે તેહરાનમાં સશસ્ત્ર દળોના ટોચના કમાન્ડરો સાથેની બેઠક દરમિયાન મેજર જનરલ મોહમ્મદ બાકેરીએ કહ્યું કે ઈરાન તેની ધરતી પર કોઈપણ પ્રકારના ઉલ્લંઘનને સહન કરશે નહીં. જનરલ બાકેરીએ તેમના નિવેદનમાં કહ્યું કે યહૂદી શાસન આ દિવસોમાં ગાઝા અને દક્ષિણ લેબનોન બંનેમાં સંપૂર્ણપણે હતાશ છે.

Follow Me:

Related Posts