ગુજરાત

“ચાલો મજબૂત રાષ્ટ્ર નિર્માણ કરી એ ના સ્લોગન સાથે” દામનગર પટેલ સમાજ નો ૩૦ મો સ્નેહ મિલન સુરત ખાતે યોજાશે

દામનગર પટેલ સમાજ નો ૩૦ મો સ્નેહ મિલન સમારોહ સુરત ૨૪/૦૫/૨૬ રવિવાર ના રોજ કતારગામ ખાતે રંગા રંગ ઉજવાશે સામાજિક સંરચના માં આમુલ પરિવર્તન ના સંદેશ સાથે ૩૦ માં સ્નેહ મિલન માં “ચાલો સૌ મજબૂત રાષ્ટ્ર નિર્માણ માટે આટલું કરી” ની હદયસ્પર્શી અપીલ સાથે આમંત્રણ પત્રિકા માં રાષ્ટ્ર હિત ના સ્લોગન રક્તદાન દેહદાન ચક્ષુદાન વૃક્ષારોપણ જળ બચાવો વીજળી બચાવો ફરજિયાત મતદાન બેટી બચાવો પ્રકૃતિ પર્યાવરણ સચ્છતા સહિત ની હિમાયત કરતા સંદેશ આપતી અનોખી આમંત્રણ પત્રિકા માં તેજસ્વી તારલા ઓનું સન્માન સત્કાર વડીલો નું વિશિષ્ટ બહુમાન અનેક સેવારતી ઓને પ્રોત્સાહિત કરવાના અનેકો સમાજ શ્રેષ્ટિ કેળવણી રત્નો ઉદ્યોગ રત્નો રાજસ્વી અગ્રણી પૂજ્ય સંતો ના સુભાષિતો વચ્ચે રંગારંગ ઉજવણી કરાશે ઉદારદિલ દાતા રત્નો ના આર્થિક સહયોગ થી વિદ્યાર્થી ઓને પ્રોત્સાહિત કરવા તડામાર તૈયારી કરાય રહી છે સમસ્ત પટેલ સમાજ દામનગર ના ૩૦માં સ્નેહ મિલન સમારોહ માં અનેક વિશેષતા ઉમેરતા યુવાનો દ્વારા વડીલો માર્ગદર્શન હેઠળ ભવ્ય ૩૦ મો સ્નેહ મિલન સમારોહ ઉજવાશે 

Related Posts