રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનો
કાર્યક્રમ જાહેર થયેલ છે.
ચૂંટણી કાર્યક્રમ અનુસાર, ભાવનગર મહાનગરપાલીકા, નગરપાલિકા મહુવા, પાલીતાણા, વલ્લભીપુર તેમજ
ભાવનગર જિલ્લા પંચાયત ઉપરાંત તાલુકા પંચાયત, ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા,
મહુવા, પાલીતાણા, તળાજા, ગારીયાઘાર અને જેસરની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જેનુ મતદાન
તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ થનાર છે.
મતદાનના દિવસે સુલેહ, શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી
ડૉ.મનીષ કુમાર બંસલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ હેઠળ મળેલ સત્તાની રૂઇએ મતદાનનાં દિવસે
મતદાન મથકમાં અનઅધિકૃત વ્યકિતઓનાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામાં અનુસાર, મતદાન મથકની અંદર મતદાન મથકનાં પ્રમુખ અધિકારી, મતદાન અધિકારીઓ તથા
મતદારો,દરેક ઉમેદવાર, એનો ચૂંટણી એજન્ટ અને દરેક ઉમેદવારનો એકી વખતે એક મતદાન એજન્ટ, ચૂંટણી
આયોગે અધિકૃત કરેલી વ્યકિતઓ, ચૂંટણી અંગેની ફરજ પરનાં જાહેર કર્મચારીઓ, આયોગે નીમેલા નિરીક્ષકો, સેક્ટર
મેજીસ્ટ્રેટ, ઝોનલ ઓફીસર, માઇક્રો ઓબ્ઝર્વર, ચૂંટણી આયોગ દ્વારા અપાયેલ મીડિયા પાસ ધરાવતી વ્યક્તિઓ,
મતદારે તેડેલુ બાળક, મદદ વિના હરીફરી શકે તેમ ન હોય તેવા અંધ અને અશકત મતદાર સાથેની વ્યકિત તેમજ
મતદાન મથકના પ્રમુખ અધિકારી, મતદારોની ઓળખ માટે અથવા મતદાન અંગે બીજી રીતે પોતાને મદદ કરવા
માટે વખતો વખત દાખલ થવા દે એવી બીજી વ્યકિતઓ સિવાયના અનઅધિકૃત વ્યકિતઓ મતદાન મથકમાં પ્રવેશી
શકશે નહીં.
આ હુકમનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતા હેઠળ સજાને
પાત્ર થશે.
આ જાહેરનામું ભાવનગર જિલ્લાની મહાનગરપાલીકા, નગરપાલીકાઓ તથા જિલ્લા/તાલુકા પંચાયતોની
સામાન્ય ચૂંટણીમાં સમાવિષ્ટ વિસ્તાર પુરતુ લાગુ પડશે.
આ જાહેરનામાનો અમલ તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાનની કામગીરી પુર્ણ થાય ત્યાં સુધી અમલમાં
રહેશે. (જો તા.૨૭/૦૪/૨૦૨૬ના રોજ પુનઃ મતદાન થાય તો પુન: મતદાનના દિવસે મતદાનની કામગીરી પુર્ણ
થાય ત્યાં સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.)












Recent Comments