ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત
સર તખ્તસિંહજી હોસ્પિટલના ગાયનેક વિભાગ ખાતે મેયર શ્રીમતી ઉષાબેન તલરેજાના અધ્યક્ષસ્થાને
નવજાત દીકરીઓના જન્મને આવકારવા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મેયરશ્રીના હસ્તે ૩૦ નવજાત દીકરીઓને ‘દીકરી વધામણા કીટ’ અર્પણ કરી તેમના વાલીઓને
સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પહેલ થકી દીકરીના જન્મને ઉત્સાહપૂર્વક આવકારવા તેમજ
દીકરીઓને સમાન અધિકાર, તક અને સન્માન મળે તે માટે સામાજિક જાગૃતિ કેળવવાનો સંદેશ આપવામાં
આવ્યો હતો.
આ કાર્યક્રમનો હેતુ દીકરીના જન્મને પરિવાર માટે આનંદ અને ગૌરવની ક્ષણ તરીકે ઉજવવા સાથે
સમાજમાં દીકરી પ્રત્યે સકારાત્મક અભિગમને પ્રોત્સાહન આપવાનો હતો.
કાર્યક્રમમાં વાલીઓને ‘વ્હાલી દીકરી યોજના’ની પાત્રતા, મળવાપાત્ર લાભો તથા અરજી પ્રક્રિયા અંગે જરૂરી
માહિતી આપવામાં આવી હતી. પાત્ર લાભાર્થીઓને અરજીપત્રોનું વિતરણ કરી સરકારી યોજનાઓનો લાભ
મેળવી દીકરીના શિક્ષણ, વિકાસ અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કરાયો
હતો.
‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત મેયર શ્રીમતી ઉષાબેન તલરેજાના હસ્તે ૩૦ નવજાત દીકરીઓને વધામણા કીટ’ અર્પણ


















Recent Comments