અમરેલી

મંત્રી કૌશિકભાઈ વેકરિયાની જનહિતલક્ષી કામગીરી: અમરેલી તાલુકાના જાાાળિયા–સણોસરા માર્ગના નવીનીકરણ માટે રૂ. ૨૧૦ લાખ મંજૂર

અમરેલી: અમરેલીના લોકપ્રિય ધારાસભ્ય તથા ગુજરાત રાજ્યના કાયદો અને ન્યાય, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રીશ્રી, કૌકશિકભાઈ વેકરીયા દ્વારા મતવિસ્તારના આંતરમાળખાકીય વિકાસને વેગ આપતા વધુ અમરેલી તાલુકાના જાળિયા–સણોસરા માર્ગના નવીનીકરણ માટે રૂપિયા ૨૧૦ લાખના ખર્ચે રિસર્ફેસિંગ કાર્યને વહીવટી મંજૂરી પ્રાપ્ત કરાવી છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત જાળિયા–સણોસરા (નોન-પ્લાન) માર્ગના આશરે ૦૪ કિલોમીટર વિસ્તારમાં રિસર્ફેસિંગ કરવામાં આવશે, જેના પરિણામે માર્ગની સ્થિતિ સુધરશે તેમજ ગ્રામિણ વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનશે. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સરકારનું મુખ્ય લક્ષ્ય છે કે અંત્યોદયના સિદ્ધાંત મુજબ છે ગામડાં સુધી ગુણવત્તાસભર રસ્તાની સુવિધા પહોંચે. જળિયા–સણોસરા માર્ગના

સુધારાથી સ્થાનિક પરિવહન વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે અને ગ્રામજનોને મોટી રાહત મળશે. આ વિકાસલક્ષી નિર્ણયને પગલે બંને ગામના સમગ્ર પંથકના ગ્રામજનો અને આગેવાનોમાં આનંદ અને હર્ષની લાગણી વ્યક્ત થઈ રહી છે.

Related Posts