સાવરકુંડલા શહેરના રેલવે મુસાફરો માટે આજે એક મહત્વપૂર્ણ અને સુવિધાસભર પહેલ સાકાર થઈ છે. સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે અંદાજે ₹9 કરોડના ખર્ચે 12 મીટર પહોળા આધુનિક ફૂટ ઓવર બ્રિજ (FOB) નું લોકાર્પણ કરવામાં આવ્યું અને તેને જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો.આ નવનિર્મિત ફૂટ ઓવર બ્રિજ મુસાફરો માટે પ્લેટફોર્મ વચ્ચે અવરજવર વધુ ઝડપી, સરળ અને સુરક્ષિત બનાવશે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને બાળકો માટે આ સુવિધા ખૂબ જ ઉપયોગી સાબિત થશે.ટ્રેન આવન-જાવન દરમિયાન થતી ભીડમાં ઘટાડો થશે અને અકસ્માતની સંભાવનાઓ પણ નોંધપાત્ર રીતે ઓછી થશે.આ સાથે રેલવે સ્ટેશનની માર્જિન જમીન ફરતે અંદાજે ₹37 લાખના ખર્ચે બાઉન્ડ્રી વોલના નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું.આ દિવાલના નિર્માણથી હાલ કચરાપેટી સમાન બનેલું રેલવે મેદાન હવે સ્વચ્છ, સુરક્ષિત અને વ્યવસ્થિત બનશે.
વિસ્તારની સુરક્ષા મજબૂત બનશે તેમજ અનિચ્છનીય પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મળશે.સાવરકુંડલાના આધુનિકીકરણ તરફ મજબૂત પગલુંઆ બંને વિકાસકાર્યો સાવરકુંડલા શહેરને આધુનિક અને સુવિધાસભર બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં આ પ્રોજેક્ટ એક મજબૂત કડી બની રહેશે.આ કાર્યક્રમમાં રેલવે વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને ગૌરવવંત બનાવ્યો હતો.
વિકાસ, સ્વચ્છતા અને સુરક્ષાનો સમન્વયસાવરકુંડલાના સર્વાંગી વિકાસ માટે આ પ્રકારના પ્રોજેક્ટો શહેરને નવી દિશા આપે છે અને ભવિષ્યમાં વધુ સુવિધાસભર, સ્વચ્છ અને સુરક્ષિત શહેર તરીકે વિકસાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.
9 કરોડના ખર્ચે આધુનિક ફૂટ ઓવર બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકાયો – સાવરકુંડલા રેલવે સ્ટેશન પર મુસાફરોને મળશે સુરક્ષા અને સુવિધાનો નવો અનુભવ
















Recent Comments