fbpx
રાષ્ટ્રીય

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન,સરકારની આવક ઓછી અને ખર્ચ વધારે, અત્યારે નહીં ઘટે પેટ્રોલ-ડીઝલના ભાવ

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો આકાશને આંબી રહી છે. દેશમાં અનેક શહેરોમાં પેટ્રોલનાં ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરની ઉપર પહોંચી ગયા છે. પેટ્રોલિયમ કંપનીઓ દરરોજ કિંમતોમાં વધારો કરી રહી છે. અને જનતા ઊંચી કિંમતોના મારથી પરેશાન છે. આ વચ્ચે દેશના પેટ્રોલિયમ મંત્રીએ સંકેત આપ્યા છે કે પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોમાં હાલ કોઈ રાહત મળશે નહીં.

ગુજરાત પહોંચેલાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને સવાલ કરાયો કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઓછી થશે કે કેમ? જે અંગે પ્રધાને કહ્યું કે અત્યારે સરકારની આવક ખુબ જ ઓછી થઈ ગઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન આવક ઓછી રહી અને ૨૦૨૧-૨૨માં પણ આવક ઓછી રહેવાની સંભાવના છે. આવક ઓછી થઈ છે અને સરકારનો ખર્ચ વધી રહ્યો છે.

પ્રધાને કહ્યું કે, હેલ્થ સેક્ટરમાં ખર્ચ વધ્યો છે. વેલફેર એક્ટિવિટીઝમાં પણ સરકાર ખર્ચ કરી રહી છે. વધતાં ખર્ચ અને ઓછી થતી આવકને જાેતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછો કરવાનો આ યોગ્ય સમય નથી. તેમજ કિંમતમાં વધારાનું મુખ્ય કારણ ઈન્ટરનેશનલ માર્કેટમાં આવેલી તેજી છે. ઈન્ટરનેશન માર્કેટમાં કાચા તેલના ભાવ ૭૦ ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયા છે. અને તેને જ કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/