fbpx
રાષ્ટ્રીય

BJP ધારાસભ્ય અને દીકરા પર વહુએ નોંધાવ્યો કેસ, કહ્યું-કાર્યવાહી નહીં થઇ તો CM..

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં BJP ધારાસભ્ય છોટેલાલ વર્મા અને તેમના દીકરા વિરુદ્ધ કેસ નોંધાયો છે. BJP ધારાસભ્યના દીકરાની બીજી પત્નીએ આ કેસ નોંધાવ્યો છે. BJP ધારાસભ્ય છોટેલાલ વર્માના દીકરા લક્ષ્મીકાંતની બીજી પત્નીએ આ કેસ નોંધાવ્યો છે. મહિલાનો આરોપ છે કે, ધારાસભ્યના દીકરા લક્ષ્મીકાંતે તેની સાથે લગ્ન કર્યા હતા અને સતત તેનું શોષણ કરતો રહ્યો.

પીડિતાએ જણાવ્યું કે, 2003મા આ લગ્ન થયા હતા અને તેમના બે બાળકો છે. મહિલાનો આરોપ છે કે, લક્ષ્મીકાંત પોતાની પહેલી પત્નીને સમાજમાં સમાન દરજ્જો આપ્યો છે, જ્યારે તેની સાથે સતત અન્યાય થઇ રહ્યો છે. લક્ષ્મીકાંત પર આ પણ આરોપ છે કે, તે સતત શોષણ કરતો રહ્યો અને તેનું BJP ધારાસભ્ય છોટેલાલ વર્મા સમર્થન કરતા રહ્યા. આ મામલાની ફરિયાદ મહિલાએ પોલીસમાં કરી હતી.

શું કહેવું છે પીડિત મહિલાનું?

પીડિત મહિલાએ કહ્યું કે, ‘FIR પર કાર્યવાહી નથી થઇ રહી અને મારા પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે. મારો પતિ લક્ષ્મીકાંત બાળકોને કહે છે કે, તમે મોટા તો મારા જ ટુકડાઓ પર થશો.’ પીડિતાનું કહેવું છે કે, મારો એક દીકરો દિવ્યાંગ છે અને જ્યારે તેનો જન્મ થયો હતો, ત્યારે ડૉક્ટરોએ કહ્યું હતું કે, તે પૂરી રીતે સ્વસ્થ નથી. મારા પતિએ તેને યમુનામાં ફેંકવાની વાત પણ કહી હતી, પણ મેં તે સમયે તેને અટકાવી લીધો.’ પીડિતાએ કહ્યું કે, ‘કાર્યવાહી કરવામાં ન આવી તો, હું CM યોગી આદિત્યનાથજીને અપીલ કરીશ અને કોર્ટ જઈશ.’ પીડિતાએ આરોપ લગાવ્યો કે, ‘મારો પતિ સામાજિક રીતે સન્માન નથી આપતો. આટલું જ નહીં, તે કામ કરાવે છે, જે પ્રાકૃતિક રીતે યોગ્ય નથી. મેં અનેક વાર કાર્યવાહીનો પ્રયત્ન કર્યો, પણ મને કંઈકને કંઈક રીતે રોકી લેવામાં આવતો હતો. મને અને મારા બાળકોને માનસિક અને શારીરિક રીતે ઉત્પીડન કરવામાં આવી રહ્યું છે.’

તાજગંજ પોલીસે હવે નોંધાવ્યો મુકદમો

મહિલાનો આરોપ છે કે, આરોપીએ તેનો અનેક વાર ગર્ભપાત પણ કરાવ્યો. આ ઉપરાંત, મહિલા તરફથી છોટેલાલ અને તેનો દીકરો લક્ષ્મીકાંત વિરુદ્ધ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. સમાચાર એજન્સી ANI અનુસાર, આગ્રા (ફતેહાબાદ)થી BJP ધારાસભ્ય છોટેલાલ વર્મા અને તેમનો દીકરો લક્ષ્મીકાંત વિરુદ્ધ તેમની વહુએ કલમ 376, 313, 323, 504, 506, 494 અને 328 હેઠળ કેસ નોંધાવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/