fbpx
રાષ્ટ્રીય

સંજય સિંહની ધરપકડ પર સુપ્રીમ કોર્ટનીEDને નોટિસ

દિલ્હીની એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડના સંબંધમાં ઈડ્ઢએ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહની ધરપકડ કરી હતી. સંજય સિંહની ધરપકડ અને ત્યારપછીના રિમાન્ડને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે ઈડ્ઢને નોટિસ પાઠવીને ડિસેમ્બરના બીજા સપ્તાહ સુધીમાં જવાબ માંગ્યો છે. તેમજ સુપ્રીમ કોર્ટે સંજય સિંહને સલાહ આપી હતી કે આ દરમિયાન તેઓ નીચલી કોર્ટમાં જામીન અરજી દાખલ કરી શકે છે. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે છછઁ નેતા સંજય સિંહની અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે કાયદો દરેક માટે સમાન છે,

પછી તે નેતા હોય કે સામાન્ય નાગરિક. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે સંજય સિંહની ધરપકડ કાયદા અનુસાર છે. તપાસના પ્રારંભિક તબક્કે આ મામલે હસ્તક્ષેપ કરવાની જરૂર નથી… છછઁ નેતાએ ૧૩ ઓક્ટોબરે દિલ્હી હાઈકોર્ટમાં પોતાના રિમાન્ડ અને ધરપકડને પડકાર્યો હતો. સુનાવણી દરમિયાન, એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ, ઈડ્ઢ તરફથી હાજર થઈ, તેમણે અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સંજય સિંહની ધરપકડ કાયદા અનુસાર કરવામાં આવી હતી. બાદમાં હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. જે બાદ તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સંજય સિંહની દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ૪ ઓક્ટોબરે ઈડ્ઢ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તે હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ઈડ્ઢની ચાર્જશીટમાં સંજય સિંહ પર ૮૨ લાખ રૂપિયાનું દાન લેવાનો આરોપ છે. સંજય સિંહે તેમની ધરપકડને પણ પડકારી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/