પરીક્ષા કેન્દ્રો ખાતે કમ્પાઉન્ડ હદથી ચારેબાજુ ૧૦૦ મીટરની હદમાં જાહેર માર્ગ ઉપર ૪ કે તેથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા પર પ્રતિબંધ
પરીક્ષા કેન્દ્રો પર ઇલેક્ટ્રોનિક વિજાણું યંત્રો જેમ કે મોબાઈલ, સ્માર્ટ વોચ, બ્લુટૂથ, કેમેરા, લેપટોપ, ફેક્સ,ઝેરોક્ષ મશીનો સહિતના કોમ્યુનિકેશન સાધનો પર પ્રતિબંધ
અમરેલી તા. ૨૬ એપ્રિલ,૨૦૨૬ (રવિવાર) – અમરેલી ખાતે દિપક હાઈસ્કૂલ, કમાણી સાયન્સ કોલેજ, શ્રીમતી એસ.એસ.અજમેરા કન્યા વિદ્યાલય ખાતે આગામી તા. ૩ મે, ૨૦૨૬ના રોજ નીટ (યુ.જી)-૨૦૨૬ પરીક્ષાનું આયોજન સવારના ૧૦ વાગ્યાથી બપોરના સાંજના ૬ વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે. આ પરીક્ષા સંદર્ભે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ કલમ ૧૬૩ હેઠળ વિવિધ પ્રકારના પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું/હુકમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમરેલી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
આ હુકમ અન્વયે પરીક્ષા કેન્દ્રો ખાતે કમ્પાઉન્ડ હદથી ચારેબાજુ ૧૦૦ મીટરની હદમાં જાહેર માર્ગ ઉપર ૪ કે તેથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા પર પ્રતિબંધ રહેશે. ફરજ પરના અધિકારી, કર્મચારી અથવા અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત માણસોએ પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું નહીં. પરીક્ષા કેન્દ્રો પર ઇલેક્ટ્રોનિક વિજાણું યંત્રો જેમ કે મોબાઈલ, સ્માર્ટ વોચ, બ્લુટૂથ, કેમેરા, લેપટોપ, ફેક્સ,ઝેરોક્ષ મશીનો સહિતના કોમ્યુનિકેશન સાધનો પર પ્રતિબંધ રહેશે. ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન ખલેલ ન પહોંચ તે માટે લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.
કોઈપણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઈપણ કર્મચારી મોબાઈલ પરીક્ષા બિલ્ડિંગ ખાતે લઈ જઈ શકશે નહીં. સંબંધકર્તાઓએ વિવિધ પ્રકારના નિયમોનો અમલ ફરજિયાતપણે કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૨૩ અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ હુકમ તા. ૦૩.૦૫.૨૦૨૬ના રોજ સવારના ૧૦ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી અમલી રહેશે.

















Recent Comments