અમરેલી

અમરેલી નગર પાલિકા હદ વિસ્તારમાં નવા વિસ્તારોનો સમાવેશ

અમરેલી નગર પાલિકા હદ વિસ્તારમાં નવા વિસ્તારોનો સમાવેશ કરી વણથંભી વિકાસ યાત્રાને આગળ ધપાવવા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ ની કલમ ૧૩ તેમજ શહેરી વિકાસ નિયમો ૧૯૭૯ હેઠળ અમરેલી વિસ્તાર વિકાસ સત્તા મંડળ ની તૃતીય પુનરાવર્તિત વિકાસ યોજનામાં અમરેલી શહેરની જૂની હદમાં ઓજી (નવો) વિસ્તાર ને ભેળવવાની કામગીરીથી છેલ્લા નવેક માસથી નવા બાંધકામ ની પરવાનગી ની કામગીરી બંધ હતી પરંતુ અમરેલીના ધારાસભ્ય અને ઉર્જાવાન મંત્રી કૌશિકભાઇ વેકરિયા ની કાર્યશૈલી ના ફળસ્વરૂપે અમરેલી શહેરનો ડેવલપમેન્ટ પ્લાન પૂર્ણતાની સાથેજ મંજૂર થતા અટકી પડેલ રજા ચિઠ્ઠી ની કાર્યવાહી આગામી દિવસોમાં શરૂ થઈ જશે.
સરકારશ્રીની ગાઈડ લાઇન મુજબ અમરેલી નગર પાલિકા દ્વારા શહેરનો ડેવલપમેન્ટ પ્લાન સરકારમાં રજૂ કર્યા બાદ અટકેલ બાંધકામ પરવાનગી મંજૂર થતી હોય છે ત્યારે અમરેલી નગર પાલિકાના પ્રમુખ શ્રીમતિ વૈશાલીબેન સંદીપભાઈ માંગરોળિયા ઉપ પ્રમુખ શ્રી વિરલભાઈ પોપટ,કારોબારી ચેરમેન મૌલિક ઉપાધ્યાય ટાઉન પ્લાનિંગ ચેરમેન નિરાલીબેન સમીરભાઈ જાની સહિતની ટીમ તેમજ પાલિકાના ચીફ ઓફિસર વિનોદ રાઠોડ ટાઉન પ્લાનિંગ અધિકારી રાડિયા આકાશ વઘાસિયા નયન જોશી સહિતની ટીમ દ્વારા રાત દિવસ મહેનત કરી શહેરનો ડેવલપમેન્ટ પ્લાન સરકારમાં રજૂ કરી દેવામાં આવેલ હતો જે પ્લાન ઉર્જાવાન મંત્રી કૌશિકભાઇ વેકરિયા દ્વારા તાત્કાલિક મંજૂર કરાવી દેવામાં આવેલ હતો જેના કારણે આગામી એકાદ અઠવાડિયામાં શહેરીજનો ની અટકી પડેલ બાંધકામ પરવાનગી મંજૂરી હરણફાળ ભરશે.

Related Posts