અમરેલી

અમરેલી જિલ્લાના ખેડૂતોએ એ.જી.આર. – ૫૦, ખેતીના ભારે સાધનો (ટ્રેક્ટર)ની ખરીદી માટે સહાય ચુકવણા દરખાસ્ત નિયત સમય મર્યાદામાં રજુ કરવી

વર્ષ  ૨૦૨૬-૨૭ માં એ.જી.આર.-૫૦, ખેતીના ભારે સાધનો (ટ્રેક્ટર) યોજના અન્વયે જિલ્લાના ખેડૂતોએ પૂર્વમંજૂરી મેળવેલ છે. તેવા તમામ લાભાર્થીઓએ સરકારશ્રીના ઠરાવની શરતો મુજબ એમપેનલ થયેલ મોડલ પૈકીના મોડેલ વાળા ટ્રેક્ટરની ખરીદી કરી, ટ્રેક્ટર પાસિંગ કરાવી તેમજ પૂર્વમંજૂરી માં દર્શાવેલ લાગુ પડતા ડોક્યુમેન્ટ્સ જેમ કે ટ્રેક્ટર ખરીદી બીલ(અસલ),નાણા ભર્યા પહોંચ, ઈ-વે બીલ(લાગુ પડતું હોય તે કિસ્સામાં), આર.ટી.ઓ.ની આર.સી.બુક.(સ્માર્ટ કાર્ડની નકલ), વીમા પોલીસીની નકલ, ખેતીવાડીના માન્ય મોડેલ સાથે એમપેનલ ભાવ વાળી નકલ, આઈ ખેડૂત પોર્ટલ પરની ડીલર યાદી, આઈ ખેડૂત પોર્ટલ પરની સહી સાથેની ખેડૂત અરજી, પૂર્વમંજૂરી નકલ, ૮-અ (અસલ), સંયુક્ત નામે જમીન હોય તો સંમતિ પત્રક, કબુલાતનામું, સ્વ ઘોષણા પત્રક, સહાયના નાણાની એડવાન્સ સ્ટેમ્પ રસીદ, આધાર કાર્ડની નકલ, કેન્સલ ચેક/બેંક પાસ બુકની નકલ, ટ્રેક્ટર સાથે અરજદારનો ફોટો, દિવ્યાંગ પ્રમાણપત્ર(લાગુ પડતું હોય તો), જાતિનો દાખલો(લાગુ પડતા કિસ્સામાં) વગેરે સાધનીક કાગળો માન્ય કરેલ દરખાસ્ત નમૂના સાથે જે તે તાલુકા કક્ષાએ પૂર્વમંજૂરી તારીખથી ૬૦ દિવસની મર્યાદામાં ખેતીવાડી કચેરીએ ગ્રામસેવકશ્રી(ખેતી)/ વિસ્તરણ અધિકારીશ્રી(ખેતી)ને રજુ કરવાના રહેશે. તેમજ ડોક્યુમેન્ટ્સ આઈ.ખેડૂત ૨.૦ પોર્ટલ માં અપલોડ કરવાના રહેશે. ખેડૂત દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ડોક્યુમેન્ટ્સ અપલોડ કરેલ હશે તો જ દરખાસ્ત માન્ય રહેશે. અન્યથા આપેલ દરખાસ્ત દફતરે(ફાઈલે) કરવામાં આવશે.

વધુમાં અરજદાર દ્વારા ટ્રેક્ટર ખરીદી ડોક્યુમેન્ટ્સ પૂર્વમંજૂરી મળ્યેથી દિન – ૬૦ માં રજુ કરવામાં નહીં આવે તો આ યોજનામાં સહાય મેળવવા માંગતા નથી, તેવું માનીને આપની પૂર્વમંજૂરી અને અરજીને દફતરે(ફાઈલે) કરવામાં આવશે. જેની સઘળી જવાબદારી અરજદારની રહેશે અને તે બાબતે સહાય માટે કોઈ દાવો કે માંગણી કરી શકાશે નહીં. એ.જી.આર.-૫૦ ખેતીના ભારે સાધનો(ટ્રેક્ટર) યોજનામાં પૂર્વમંજૂરી મેળવેલ તમામ ખેડૂતોએ આ બાબતે નોંધ લેવી તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts