ગુજરાત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લેતા રાજ્યના નવનિયુક્ત ડી.જી.પી. જી.એસ. મલિક

ગુજરાતના નવનિયુક્ત પોલીસ મહાનિર્દેશક શ્રી જી.એસ. મલિકે આજે ગાંધીનગર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે લોકભવનમાં શુભેચ્છા મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ રાજ્યના નવા ડી.જી.પી. તરીકે પદભાર સંભાળવા બદલ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યની આંતરિક સુરક્ષા તથા નાગરિકોની સલામતી વધુ સુદ્રઢ બને તે દિશામાં કાર્ય કરવા માર્ગદર્શન આપ્યું હતું. શ્રી મલિકે રાજ્યપાલશ્રીને રાજ્યની કાયદો અને વ્યવસ્થાની વર્તમાન સ્થિતિ અને પોલીસ દ્વારા લેવામાં આવતા વિવિધ સુરક્ષાત્મક પગલાંઓ વિશે માહિતગાર કર્યા હતા.

ડી.જી.પી. શ્રી જી.એસ. મલિકે રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી

Related Posts