Loading Date... Gold 24K: ₹90,589 | Silver 1kg: ₹106,881 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

ધારી પો.સ્ટે. વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ રૂ.૪૦,૯૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ધારી પો.સ્ટે. વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ રૂ.૪૦,૯૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગરરેન્‍જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચનાઆપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ જુગારનીગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવાસુચના અને ...

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર

રેન્‍જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના

આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ જુગારની

ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા

સુચના અને માર્ગદર્શન આપેલ હતું,


અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા નાઓની રાહબરી હેઠળ

એલ.સી.બી.ટીમે બાતમી હકિકત આધારે ધારી પોલીસ વિસ્તારમાં જીરા – મુંજીયાસર

ગામ જતા રોડ ઉપર આવેલ સીમ વિસ્તારમાં જાહેરમાં જુગાર અંગે રેઇડ દરમિયાન છ

ઇસમોને જાહેરમાં પૈસા તથા ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર

રમતા રોકડ રકમ તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, આરોપીઓ વિરૂધ્‍ધ જુગાર

ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ આગળની

કાર્યવાહી થવા ધારી પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.

 પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) મંગળુભાઇ કાળુભાઇ વાળા, ઉ.વ.૩૭, રહે.માણાવાવ, તા.ધારી, જિ.અમરેલી.

(૨) જોરૂભાઇ ઓઢાભાઇ વિકમા, ઉ.વ.૪૩, રહે.સાવરકુંડલા, પારેખવાડી, તા.સાવરકુંડલા,

જિ.અમરેલી.

(૩) અશોકભાઇ અમકુભાઇ વાળા, ઉ.વ.૪૨, રહે.વિરપુર, તા.ધારી, જિ.અમરેલી.

(૪) રણજીતભાઇ બાબાભાઇ જેબલીયા, ઉ.વ.૩૩, રહે.જીરા, તા.ધારી, જિ.અમરેલી.

(૫) નિર્મળભાઇ ઘોહાભાઇ વાળા, ઉ.વ.૪૪, રહે.ગઢીયા, તા.ધારી, જિ.અમરેલી.

(૬) અનકભાઇ કથુભાઇ માંજરીયા, ઉ.વ.૩૯, રહે.ગઢીયા, તા.ધારી, જિ.અમરેલી.

 પકડાયેલ મુદ્દામાલઃ-

રોકડા રૂ.૪૦,૯૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ – ૫૨ કિં.રૂ.૦૦/- મળી કુલ

કિં.રૂ.૪૦,૯૦૦/- નો મુદ્દામાલ.


 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-

આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી

એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ,

ઘનશ્યામભાઇ મકવાણા, જીજ્ઞેશભાઇ અમરેલીયા તથા હેડ કોન્સ. દશરથસિંહ સરવૈયા

તથા પો.કોન્‍સ. શિવરાજભાઇ વાળા, ભાવિનગીરી ગૌસ્વામી દ્વારા કરવામાં આવેલ છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)