Loading Date... Gold 24K: ₹90,589 | Silver 1kg: ₹106,881 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

દામનગર પંથકે 155 વર્ષ સુધી તાલુકા દરજ્જો ભોગવ્યો વસ્તી વધી પણ કેવા જનપ્રતિનિધિ ઓ મળ્યા કે ગામડું બનાવી દીધું?

દામનગર પંથકે 155 વર્ષ સુધી તાલુકા દરજ્જો ભોગવ્યો વસ્તી વધી પણ કેવા જનપ્રતિનિધિ ઓ મળ્યા કે ગામડું બનાવી દીધું?
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

બહારવટિયા જ ગામ ભાંગે એવું નહીં સત્તા માટે નેતા પણ  ગામ ભાંગે 155 વર્ષ સુધી તાલુકા નો દરજ્જો ભોગવનાર દામનગર ને ગામડું બનાવતું નેતૃત્વ મળ્યું હરીફરી ને રેલી મેળા ના ભીડ ભેગી કરી આપતા સ્થાનિક આગેવાનો એ શરમ આવવી જોઈએ માણસો તો મદારી ના ખેલ ડમરું વગાડી ને પણ ભેગા કરી શક...

બહારવટિયા જ ગામ ભાંગે એવું નહીં સત્તા માટે નેતા પણ  ગામ ભાંગે 155 વર્ષ સુધી તાલુકા નો દરજ્જો ભોગવનાર દામનગર ને ગામડું બનાવતું નેતૃત્વ મળ્યું 

હરીફરી ને રેલી મેળા ના ભીડ ભેગી કરી આપતા સ્થાનિક આગેવાનો એ શરમ આવવી જોઈએ માણસો તો મદારી ના ખેલ ડમરું વગાડી ને પણ ભેગા કરી શકાય 


દામનગર શહેર ને વિઠલ બા દેવાજી એ સને 1806 માં શ્રી મંત સરકાર ગાયકવાડ નો સાત મો તાલુકો બનાવ્યો હતો જે આઝાદી પહેલા થી 1961 આઝાદી પછી એટલે 155 વર્ષ સુધી તાલુકા નો દરજ્જો રહ્યો 1961 પછી સત્તા ની સાઠમારી કર્તા શાસકો એ ક્યારેક સીમાકન ના નામે સત્તા મેળવવા ગામડું બનાવી દીધું 155 વર્ષ માં દામનગર પંથક ની વસ્તી વધી કે ઘટી? જનપ્રતિનિધિ ઓને ખભે બેસાડી ફરતા સ્થાનિક નેતા ઓ એ  જનપ્રતિનિધિ ને પૂછે દામનગર પંથક ને કેસરી બાંકડા સિવાય શું આપ્યું? 
અમુક નેતા ની પસંદ નું ઘેર શાક પણ ન બને તોય તેવા ઠોઠ  જનપ્રતિનિધિ સાથે ફોટા પડાવવા પડાપડી કર્તા ફોટો જીવી ઓ એ દામનગર પંથક ને એકપણ સુવિધા આપી હોય તો કહે  દામનગર પંથક માંથી ગયેલ સુવિધા 1 તાલુકો 2 સીટીસર્વે 3 જનસેવા કેન્દ્ર 4 જ્યુડી મેજિસ્ટ્રેટ કોર્ટ 5 પાણી પુરવઠો 6 બેંક કરન્સી 7 સર્કિટ હાઉસ 8 જ્યુબેલી ધર્મ શાળા 9 ડેપ્યુટી ઓફ પોલીસ વિભાગીય પોલીસ કચેરી 10 તિજોરી અને પછી જનપ્રતિનિધિ ઓએ કરેલ વાયદા સૌની યોજના નું બાંદ્રા ટ્રેન ને સ્ટોપ લાંબા રૂટ ની પરિવહન એસ ટી સેવા બગીચા ની સુવિધા માંથી એકપણ સુવિધા મળી 
હરીફરી ને રેલી મેળા ના ભીડ ભેગી કરી આપતા સ્થાનિક આગેવાનો ને પણ શરમ આવવી જોઈએ પ્રજા ના પ્રશ્નો ઉકેલ નહીં તેને ખભે બેસાડી ક્યાં સુધી ફેરવશો? માણસો ની ભીડ તો મદારી ના ખેલ ડમરું વગાડી ને પણ ભેગા કરી શકાય એમાં ક્યાં નવાય છે?
સ્થાનિક આગેવાનો આગુડા થઈ ને સાથે ફરવાની બદલે સ્થાનિક સુવિધા માટે આગળ આવવું જોઈએ સ્થાનિક આગેવાન વગર જનપ્રતિનિધિ એકલો કોઈ સોસાયટી શેરી ના જાઈ શકે ખરો? દામનગર ને પુનઃ તાલુકા માટે ઋષિતુલ્ય સ્વ રતીબાપુજી એ ઉપવાસ આંદોલન કર્યું તત્કાલીન સરકાર ના મહેસુલ મંત્રી મગન શઁકરે ખાત્રી આપી આંદોલન છોડાવી છેતરપીડી કરી
દામનગર સહિત પંથક ના 36 ગામડા વચ્ચે પુનઃ તાલુકો અને તેને સંલગ્ન સુવિધા માટે જનતા સ્વયંમ જાગવાની જરૂર સ્થાનિક આગેવાનો ક્યાં સુધી ખુશામત કરશે? પોતા ના હક્ક માટે પોતા એ જાગવાની જરૂર  

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)