Loading Date... Gold 24K: ₹90,550 | Silver 1kg: ₹106,835 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

સોનારીયા મુકામે સમગ્ર રઘુવંશી પાંધી પરિવારનો વાર્ષિક હવન મહોત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન

સોનારીયા મુકામે સમગ્ર રઘુવંશી પાંધી પરિવારનો વાર્ષિક હવન મહોત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

સાવરકુંડલાથી અંદાજે ૨૦ કિલોમીટર દૂર આવેલા સોનારીયા મુકામે રઘુવંશી પાંધી પરિવારના કૂળદેવી શ્રી ભવાની માતાજીના મંદિર પરિસરમાં દર વર્ષની પરંપરા મુજબ વાર્ષિક હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

સાવરકુંડલાથી અંદાજે ૨૦ કિલોમીટર દૂર આવેલા સોનારીયા મુકામે રઘુવંશી પાંધી પરિવારના કૂળદેવી શ્રી ભવાની માતાજીના મંદિર પરિસરમાં દર વર્ષની પરંપરા મુજબ વાર્ષિક હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દશેરાના પવિત્ર દિવસે યોજાયેલા આ ધાર્મિક પ્રસંગે દૂર-દૂરથી પાંધી પરિવારના સભ્યો મા ભવાનીના દર્શન અને આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.  
​અમરેલીના પ્રકાંડ પંડિત શાસ્ત્રી વિજયભાઈ જોષી તથા તેમના સહપાઠીઓ દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે હવન યજ્ઞ કરાવવામાં આવ્યો હતો. બપોરે ૨:૦૦ આસપાસના સમય ગાળામાં બીડું હોમવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉપસ્થિત તમામ ભક્તોએ હવનના દર્શન કરી બપોરે  મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.  
​સમગ્ર પરિવારના સુખ, શાંતિ અને કલ્યાણ અર્થે યોજાયેલા આ ભક્તિમય આયોજનને સફળ બનાવવા માટે રઘુવંશી પાંધી પરિવારના ગીરધરભાઈ અને બળવંતભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી. માતાજીના જપ-તપ અને દર્શનથી સમગ્ર સોનારીયા ધામ ભક્તિમય માહોલમાં ગૂંજી ઉઠ્યું હતું.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)