આજના આધુનિક ડિજિટલ યુગમાં નાગરિકોની ડેટા પ્રાઇવસી, સાયબર સુરક્ષા અને સરકારી સંસ્થાઓની જવાબદારી અત્યંત સંવેદનશીલ મુદ્દાઓ બન્યા છે. યુએસની ફેડરલ એજન્સીઓ અને કોમન સેન્સ ઇન્સ્ટિટ્યુટના તાજેતરના અહેવાલો મુજબ, સાયબર ક્રાઇમ અને ડિજિટલ ફ્રોડના કારણે વૈશ્વિક સ્તરે અને અમેરિકામાં સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે.
ખાસ કરીને, આયોવા (Iowa) રાજ્યમાં વર્ષ ૨૦૨૫ દરમિયાન સાયબર ફ્રોડ અને ડિજિટલ અપરાધોના કારણે સત્તાવાર રીતે અંદાજે $૯૩ મિલિયન ($૯.૩ કરોડ) થી વધુનું પ્રત્યક્ષ નાણાકીય નુકસાન નોંધાયું હતું, જ્યારે બિનનોંધાયેલા ફ્રોડને ગણતરીમાં લેતા આ આંકડો અંદાજે $૬૬૬ મિલિયન સુધી પહોંચે છે. વર્ષ ૨૦૨૫માં રાજ્યના વેપારી જગત અને વ્યવસાયોને સાયબર ક્રાઇમના કારણે કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે.
આ ગંભીર વૈશ્વિક સમસ્યાઓ અને સરકારી તંત્રની બેદરકારી સામે મક્કમ અવાજ ઉઠાવી રહેલા માનવાધિકાર અગ્રણી તથા હ્યુમન રાઇટ્સ ફેડરેશન ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ મહેન્દ્ર આયલાણી દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે એક સીમાચિહ્નરૂપ કાનૂની લડત શરૂ કરવામાં આવી છે.
આ અભિયાન અંતર્ગત યુનાઇટેડ સ્ટેટ્સ ખાતે દાખલ કરવામાં આવેલી કાનૂની પિટિશનમાં એક મોટી સફળતા હાંસલ થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, યુએસની આયોવા જ્યુડિશિયલ બ્રાન્ચ (Polk કોર્ટ) દ્વારા તેમની સિવિલ ઇક્વિટી પિટિશનને સત્તાવાર રીતે સ્વીકારી લેવામાં આવી છે.
કોર્ટ દ્વારા આ કેસને માન્યતા આપીને સત્તાવાર રીતે કેસ નંબરની EQCE093581 ફાળવણી કરવામાં આવી છે.
આ પગલાથી આંતરરાષ્ટ્રીય સ્તરે નાગરિકોની સુરક્ષામાં નિષ્ફળ રહેલા તંત્ર સામે ન્યાય મેળવવાનો માર્ગ વધુ મજબૂત બન્યો છે.
આ પ્રસંગે વાત કરતા મહેન્દ્રભાઈ આયલાણીએ જણાવ્યું હતું કે, "સાયબર સુરક્ષામાં ચૂક અને સરકારી બેદરકારી સામાન્ય નાગરિકોના મૂળભૂત અધિકારો અને આર્થિક સુરક્ષા પર સીધો હુમલો છે.
આ લડત માત્ર એક કેસ પૂરતી સીમિત નથી, પરંતુ તે વૈશ્વિક સ્તરે સિસ્ટમમાં પારદર્શિતા અને જવાબદારી લાવવા માટેનો એક ઐતિહાસિક પ્રયાસ છે."
યુએસ કોર્ટ દ્વારા કેસ સ્વીકારાયા બાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે કાનૂની કાર્યવાહી વધુ વેગવંતી બનશે અને જવાબદાર પક્ષો સામે ન્યાયિક પ્રક્રિયા આગળ વધશે. આ સફળતાથી વૈશ્વિક માનવાધિકાર અને સાયબર સુરક્ષાના ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થયો છે.