શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના
જિલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ જમ્પ કેદીઓ પકડવા ખાસ સુચના આપેલ
હોય જે અન્વયે શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્વારા જિલ્લાના નાસતા ફરતા
આરોપી તથા અમરેલી જિલ્લાના પેરોલ/ફર્લો જમ્પ થયેલ કેદીઓને પકડવા અસરકારક કામગીરી કરવા જરૂરી
માર્ગદર્શન તથા સુચના આપેલ હોય તેમજ શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના
માર્ગદર્શન હેઠળ એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ જિ.અમરેલી નાઓના સીધા સુપરવીઝન
હેઠળ પેરોલ ફર્લો ટીમને પંકજ વીનુભાઇ સાથળીયા બાબતે સચોટ માહિતી મળતા હ્યુમન ઇન્ટેલીજન્સ તથા
ટેક્નીકલ સોર્સ મારફતે તપાસ તજવીજ કરી મજકુર કેદીને તા.૧૯/૧૦/૨૦૨૬ ના રોજ પુણાગામ, સુરત
ખાતેથી પકડી તપાસ પુછપરછ કરી આગળની ઘટતી કાર્યવાહી કરી બાકીની સજા ભોગવવા માટે લાજપોર
મધ્યસ્થ જેલ, સુરત ખાતે સોંપી આપેલ છે.
વિગતઃ- આ કામના કેદીને સુરત શહેર વરાછા પો.સ્ટે. ફ્સ્ટ ગુ.ર.નં.૨૧૯૫/૨૦૨૦ IPC કલમ ૩૬૩,૩૬૬,
૩૭૬(૨)(જે),૩૭૬(૨)(એન),૩૭૬(૨)(એફ),૩૭૬(૩) તથા પોક્સો ક. ૩(એ),૩(સી) વિ.મુજબના ગુન્હામાં
આજીવન કેદની સજા થયેલ જે કામે મજકુર કેદી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે પાકા કામના કેદી તરીકે
સજા ભોગવતો હોય અને નામદાર ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ ના હુકમ અન્વયે મજકુર કેદીને વચગાળાના
જામીન રજા પર મુક્ત કરવાનો હુકમ થતા મજકુર કેદીને તા.૨૫/૦૮/૨૦૨૬ના રોજ રજા પર મુક્ત કરેલ
અને મજકુર કેદી રજા પુર્ણ કરી સમયસર હાજર થયેલ નહી અને તા.૦૨/૦૯/૨૦૨૬થી વચગાળાના જામીન
રજા પરથી ફરાર થયેલ જે કામે કેદી આજદિન સુધી ફરાર હતો.
નોંધ:- મજકુર કેદી પંકજ ઉર્ફે હાજો વીનુભાઇ સાથળીયા અગાઉ સને ૨૦૨૪ માં દિન-૧૫ની પેરોલ રજા પર
મુક્ત થયેલ ત્યારે પણ પેરોલ જમ્પ કરેલ અને પાંચ માસ ફરાર રહેલ બાદ પેરોલ ટીમ અમરેલી દ્વારા જ
મજકુર કેદીને સુરત ખાતેથી પકડી પાડી લાજપોર જેલ હવાલે કરવામાં આવેલ હતો.
પકડાયેલ ફરાર કેદી:- પંકજ ઉર્ફે હાજો વિનુભાઈ સાથળીયા ઉ.વ.૨૫ ધંધો.મજુરી હાલ રહે.માતૃ
શક્તિ સોસાયટી,પુણાગામ,સુરત મુળરહે.સલડી તા.લીલીયા જી.અમરેલી
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-
આ કામગીરી શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન
હેઠળ શ્રી એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી, અના.એ.એસ.આઇ. કે.જે.બેરા, જી.એમ.નગવાડીયા
તથા આઉટ સોર્સ ડ્રાઇવર અશ્વિનભાઇ ચાવડા એ રીતેના જોડાયેલ હતા.