અમરેલી ખાતે અમરેલી જિલ્લા કાઠી દરબાર સમાજ દ્વારા વિજયાદશમી એટલે કે દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન કાર્યક્રમનું આયોજન મહારાષ્ટ્ર વાડી, ગાયત્રી મંદિરની બાજુમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાઠી દરબાર સમાજના આગેવાનો અને સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ કાઠી દરબાર સમાજ અને શ્રી જયરાજભાઈ ખાચર અને ભગુભાઈ ખાચર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કાઠી સમાજના આગેવાન શ્રી હાથીભાઈ ધાધલ, ટીકુભાઈ વરૂ, મજબૂતભાઈ બસીયા, ભગુભાઈ ખાચર જયરાજભાઈ ખાચરશૈલેષભાઈ ધાધલ, રામકુભાઈ વિંછીયા, ધીરુભાઈ ખુમાણ, અલ્પેશભાઈ વાળા, ઉમેદભાઈ ખાચર, વનરાજભાઈ વાળા રવીભાઈ જેબલીયા મહિપાલભાઈ હુદડ જયરાજભાઈ જળુંનરેશભાઈ જેબલિયા કુલદીપભાઈ વાળા ભગીરથભાઈ વાળાસહિત સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે પરંપરા મુજબ શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજની સંસ્કૃતિ, પરંપરા, શૌર્ય અને એકતાને જાળવી રાખવા સાથે સમાજના સર્વાંગી વિકાસ માટે સૌએ સંકલ્પબદ્ધ થવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન શિક્ષણના મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ગાંધીનગર ખાતે કાઠિયાવાડી ભવનના ઉદ્ઘાટન પ્રસંગે સમાજના તમામ ભાઈઓને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વનરાજભાઈ વાળા દ્વારા સમાજના યુવાનો અને નવી પેઢીને શિક્ષણના ક્ષેત્રે આગળ વધવા, ઉચ્ચ અભ્યાસ તરફ પ્રેરિત થવા તથા સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણને પ્રાથમિકતા આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આગેવાનોએ જણાવ્યું હતું કે સમાજની સાચી પ્રગતિ માટે પરંપરા અને સંસ્કૃતિની જાળવણી સાથે શિક્ષણ, એકતા અને સંગઠનને મજબૂત બનાવવું અત્યંત જરૂરી છે. સમાજના દરેક બાળકને શિક્ષણની વધુ સારી તકો મળે અને યુવાનો વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરે તે માટે સૌએ સાથે મળીને પ્રયત્નો કરવા જોઈએ.
આ રીતે દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે યોજાયેલ શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન કાર્યક્રમ સમાજની પરંપરા, એકતા અને શૈક્ષણિક જાગૃતિનો સુંદર સંદેશ આપતો બન્યો હતો.તેમ
જયરાજભાઈ ખાચર જણાવ્યું છે
અમરેલી જિલ્લા કાઠી દરબાર સમાજ દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન કાર્યક્રમ યોજાયો
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
અમરેલી ખાતે અમરેલી જિલ્લા કાઠી દરબાર સમાજ દ્વારા વિજયાદશમી એટલે કે દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન કાર્યક્રમનું આયોજન મહારાષ્ટ્ર વાડી, ગાયત્રી મંદિરની બાજુમાં કરવામાં આવ્યું હતું.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story: