નોટમાં અનેક પોલીસ અધિકારી-કર્મચારીઓના નામનો ઉલ્લેખ, પઠાણી ઉઘરાણી થતી હોવાનો આક્ષેપ
નિલમબાગ-એલસીબીની અલગ અલગ ટીમો બનાવી ગુમ થયેલ કોસ્ટેબલની શોધખોળ તેજ કરી
ભાવનગર શહેરના બહુમાળી ભવનમાં આવેલ એસીબી કચેરીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ ગોહીલ એક નોટ લખી ગઈકાલ બપોરથી અચાનક ગુમ થતાં પોલીસ બેળામાં ચકચાર મચી જવા પામી છે. પરિવારને મળેલી નોટમાં પઠાણી ઉઘરાણીનો ઉલ્લેખ અને અનેક પોલીસ અધિકારી-કર્મચારીઓના નામ હોવાનું સામે આવ્યું છે. આ મામલે નિલમબાગ પોલીસ અને એલસીબીની ટીમોએ સીસીટીવી તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુમ થયેલ કોસ્ટેબલની શોધખોળ શરૂ કરી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગરના કાળિયાબીડ, ભગવતી સર્કલ નજીક શાંતિનગર સોસાયટી 1 માં રહેતા પુર્ણાબા જયેન્દ્રસિંહ ગોહીલ એ નિલમબાગ પોલીસ મથકમાં જાણવા જોગ નોંધાવી છે.કે, બહુમાળી ભવન સ્થિત એ.સી.બી. (મદદનીશ નિયામક કચેરી)માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા તેમના પતિ જયેન્દ્રસિંહ નરપતસિંહ ગોહીલ ગઈકાલ તા 20 ઓક્ટોબરના રોજ સવારે ઘરથી નીકળ્યા હતા.બાદ તેમણે બપોરે જમવાના સમયે ફોન કરતા પતિનો સંપર્ક ન થતાં તેમણે ઓફિસના સાથી કર્મચારીને ફોન કરી તેમના પતિ સાથે વાત કરાવવાનું કહેતા કર્મચારિએ તેમના પતિ ઓફીસ ન હોવાનું અને ગાડી પડી હોવાનું જણાવ્યુ હતું. બાદ તેમના જેઠ વિરમદેવસિંહ તેમની ઓફીસે પહોંચી પૂછપરછ કરતા તેમના સાથી કર્મચારીએ બપોરે ઘરે જમવા જાવ છું તેમ કહી નીકળી ગયા હતા તેમ જણાવતા તેમના જેઠ એ તેમના પતિના ટેબલ પર તપાસ કરતા તેમના પતિનો મોબાઈલ ફોન અને ડ્રોઅરમાંથી કારની ચાવી મળી આવી હતી, ત્યારબાદ તેમને ઘરે તપાસ કરતા તેમના પર્સમાંથી એક 'સુસાઇડ નોટ' પણ મળી આવી હતી. જેથી તેઓએ અને સગા-સંબંધીઓ અને મિત્રોમાં વ્યાપક શોધખોળ છતાં તેમની કોઈ ભાળ મળી ન આવતા ગતરાત્રીના તેઓ તેમના પરિવારજનો સાથે તેમજ એસીબીના અધિકારીઓ નિલમબાગ પોલીસ મથકે પહોંચ્યા હતા.બનાવ ના પગલે નિલમબાગ પોલીસે જાણવા જોગ અરજી દાખલ કરી હતી.
જ્યારે પ્રાથમિક મળતી વિગતો મુજબ, જ્યેન્દ્રસિંહ ગોહીલે લખેલી એક નોટ પરિવારને મળતા તેમાં પઠાણી ઉઘરાણીથી ત્રાસી કોન્સ્ટેબલે સ્યુસાઈડ નોટ લખી ગુમ થઈ ગયો હોવાની વિગતો સામે આવી છે. સ્યુસાઈડ નોટમાં ગુજરાતના પોલીસ બેડાના ઉચ્ચ અધિકારી જેમાં ડીવાયએસપી, પીઆઇ અને તેના સબંધીઓ સહિતના નામનો ઉલ્લેખ કરાયો છે. કોન્સ્ટેબલે અનેક લોકો પાસેથી રૂપિયા મેળવ્યા હતા અને તેમની પાસેથી પઠાણી ઉઘરાણી થતી હોવાનો પણ ઉલ્લેખ છે. જોકે, બીજી તરફ કોન્સ્ટેબલ સાઈડમાં શેરબજારમાં રોકાણ કરાવતા હતા અને રોકાણકારો પાસેથી મેળવેલી રકમ પરત ચૂકવી ન શકતા હોવાની વિગતો પણ સામે આવી રહી છે. ત્યારે ખાખીના જ રક્ષક અચાનક ગુમ થતાં સમગ્ર ભાવનગર પોલીસ આલમમાં ચકચાર મચી જવા પામી છે.
આ અંગે નિલમબાગ પોલીસ મથકના પીઆઇ ડી.પી ઉનડકટ એ જણાવ્યું હતું કે, લાપતા બનેલા એસીબીના પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ ના પત્નીની હાલ જાણવા જોગ અરજી મળેલ છે જે અનુસંધાને ઘટનાની ગંભીરતા લઈ સ્થાનિક નિલમબાગ પોલીસ તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની અલગ અલગ ટીમો બનાવી
સીસીટીવી ફૂટેજ, સંભવિત સ્થળો તેમજ ટેકનિકલ સોર્સીસની મદદથી શોધખોળ હાથ ધરી છે.
ભાવનગરમાં ACBનો કોન્સ્ટેબલ એક નોટ લખી થયો ગુમ, પોલીસ આલમમાં ચકચાર
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
નોટમાં અનેક પોલીસ અધિકારી-કર્મચારીઓના નામનો ઉલ્લેખ, પઠાણી ઉઘરાણી થતી હોવાનો આક્ષેપનિલમબાગ-એલસીબીની અલગ અલગ ટીમો બનાવી ગુમ થયેલ કોસ્ટેબલની શોધખોળ તેજ કરીભાવનગર શહેરના બહુમાળી ભવનમાં આવેલ એસીબી કચેરીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ ગોહીલ એક નોટ લખી ગઈકાલ બપોરથી અચાનક ગુમ...
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story: