Loading Date... Gold 24K: ₹90,460 | Silver 1kg: ₹106,729 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

સાવરકુંડલા ખાતે 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાન હેઠળ PNDT એક્ટ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

સાવરકુંડલા ખાતે 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાન હેઠળ PNDT એક્ટ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારી શૈલેષભાઈ કણઝરીયા તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી કિરણભાઈ લકુમના માર્ગદર્શન હેઠળ, બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન અંતર્ગત સાવરકુંડલા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસ ખાતે પી.સી.

અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારી શૈલેષભાઈ કણઝરીયા તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી કિરણભાઈ લકુમના માર્ગદર્શન હેઠળ, 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાન અંતર્ગત સાવરકુંડલા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસ ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. (PNDT) એક્ટ અંગે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
​આ કાર્યક્રમ તાલુકા પંચાયત પ્રમુખ દક્ષાબેન મુકેશભાઈ મહિડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં ઉપસ્થિત આશા વર્કરો તથા ફિમેલ હેલ્થ વર્કર બહેનોને સ્ત્રીભ્રૂણ હત્યા જેવી સામાજિક બદીને અટકાવવા, ગર્ભાધાન પૂર્વે અને પ્રસૂતિ પૂર્વે લિંગ પસંદગી તથા લિંગ નિર્ધારણ પર પ્રતિબંધ મુકતા કાયદાની કડક જોગવાઈઓ અને દીકરીઓના જન્મ પ્રત્યે સમાજમાં સકારાત્મક જાગૃતિ લાવવા અંગે ગહન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
​દ૨મિયાન વિવિધ વિભાગના નિષ્ણાતો દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી:
​ સેન્ટર એડમિન રત્નાબેન દ્વારા મહિલાઓને કટોકટીના સમયે મળતી સહાય અને સેન્ટરની કામગીરી વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.
​ કાઉન્સેલર નજમાબેન દલ દ્વારા PBSC સેન્ટરની સેવાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
​જેન્ડર સ્પેશિયાલિસ્ટ જાનાબેને વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે બહેનોને માહિતગાર કર્યા હતા તેમજ દીકરીઓના સન્માન, શિક્ષણ અને સમાન અધિકારોના મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો.
​આ પ્રસંગે સાવરકુંડલા તાલુકા નારી અદાલત કોડીનેટર હેતલબેન જોષી, તાલુકા હેલ્થ ઓફિસર ડો. શિવરામ મીના, ડો. મનીષભાઈ જયાણી, ડો. શ્રેયાબેન, ડો. કાવીશાબેન તેમજ DHEW, OSC અને PBSC સ્ટાફના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
​કાર્યક્રમના અંતે જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર હસમુખભાઈ રાઠોડ દ્વારા તમામ ઉપસ્થિત મહાનુભાવો અને આરોગ્ય કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા અને કાયદાકીય જાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)