Loading Date... Gold 24K: ₹90,460 | Silver 1kg: ₹106,729 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

સાવરકુંડલામાં પાણીના સંપ અને ટાકાની દિવાલ પર તાર-ફેન્સિંગનો ગોટાળો? કામ બાકી છતાં બિલ ચૂકવાઈ ગયાનો આક્ષેપ!

સાવરકુંડલામાં પાણીના સંપ અને ટાકાની દિવાલ પર તાર-ફેન્સિંગનો ગોટાળો? કામ બાકી છતાં બિલ ચૂકવાઈ ગયાનો આક્ષેપ!
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

​સાવરકુંડલા શહેરના વોર્ડ નં. ૬ માં આવેલા વિદ્યુતનગર - કોલેજ ગ્રાઉન્ડ સ્થિત પાણીના ટાંકા અને સંપની રક્ષણાત્મક દિવાલના કામમાં ગંભીર બેદરકારી અને નાણાકીય ગડબડ થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

​સાવરકુંડલા શહેરના વોર્ડ નં. ૬ માં આવેલા વિદ્યુતનગર - કોલેજ ગ્રાઉન્ડ સ્થિત પાણીના ટાંકા અને સંપની રક્ષણાત્મક દિવાલના કામમાં ગંભીર બેદરકારી અને નાણાકીય ગડબડ થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રજાના પીવાના પાણી જેવા અતિ સંવેદનશીલ સ્થળ પર તાર-ફેન્સિંગનું કામ કાગળ પર જ રહી ગયું હોવાના આક્ષેપ સાથે સાવરકુંડલા નગરપાલિકા સદસ્ય  ધર્મેન્દ્ર મહેતાએ તંત્ર સામે આકરા સવાલો ઉઠાવ્યા છે.
​પ્રાપ્ત વિગતો મુજબ, વોર્ડ નં. ૬ માં કોલેજ ગ્રાઉન્ડ ખાતે આવેલ પાણીના ટાંકા અને સંપની ફરતે દિવાલ બનાવવાનું કામ ‘વી. સી. પ્રોજેક્ટ એન્ડ ઇન્ફ્રા પ્રા. લિ.’ એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું. દિવાલનું નિર્માણ પૂર્ણ થયે આશરે એક વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં, દિવાલ ઉપર કરવાની થતી રક્ષણાત્મક તાર-ફેન્સિંગનું કામ હજુ સુધી અધૂરું જ લટકે છે. ફેન્સિંગના અભાવે સમગ્ર કેમ્પસ ખુલ્લું પડ્યું છે, જેથી કોઈ પણ અસામાજિક તત્વો કે અનિચ્છનીય વ્યક્તિઓ અંદર ઘૂસી શકે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે.
સાવરકુંડલા ​નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, "લોકો પરસેવો પાડીને ટેક્સ ભરે છે, ત્યારે આ કામની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં અને કામ અધૂરું હોવા છતાં કોન્ટ્રાક્ટરને બિલ ચૂકવી દેવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે." તેમણે તંત્ર સામે સીધા સવાલો ઊભા કર્યા છે:
​કામ અધૂરું હોવા છતાં કોના દબાણથી કે કયા 'માલ-પૌંઆ'ના કારણે બિલ પાસ કરવામાં આવ્યું?
​શું તાર-ફેન્સિંગનું કામ માત્ર કાગળ પર જ બતાવીને રકમ ચૂકવી દેવાઈ છે?
​જાહેર જનતાના સ્વાસ્થ્ય અને પીવાના પાણીની સુરક્ષા સાથે ખિલવાડ કરનારાઓ સામે પગલાં કોણ લેશે?
​આ પાણીનો ટાંકો લાખો લોકોના રોજિંદા પીવાના પાણી સાથે જોડાયેલો છે. જો સુરક્ષાના અણહક ભંગના કારણે કોઈ અનિચ્છનીય ઘટના કે હોનારત સર્જાશે તો તેનો જવાબદાર કોણ રહેશે?
​આ સમગ્ર પ્રકરણમાં 'કુંલડીમાં ગોળ ભાંગનારા' જવાબદારોને ખુલ્લા પાડવા માટે વર્ક ઓર્ડર, માપ-પોથી (MB રોઝમેળ) અને બિલની નકલો માહિતી અધિકાર (RTI) હેઠળ માંગવામાં આવી છે. જો તપાસમાં ફેન્સિંગ કાગળ પર દર્શાવીને નાણાં હડપ કરી જવાનું સામે આવશે, તો કોન્ટ્રાક્ટર તેમજ જવાબદાર અધિકારીઓ પાસેથી વ્યાજ સાથે રકમ વસૂલ કરાવવાની અને કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)