Loading Date... Gold 24K: ₹90,460 | Silver 1kg: ₹106,729 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૭માં ઉપસ્થિત રહેવા રાજસ્થાનના માનનીય મુખ્યમંત્રી ભજન લાલ શર્મા અને માનનીય નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીને આમંત્રણ પાઠવાયું

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૭માં ઉપસ્થિત રહેવા રાજસ્થાનના માનનીય મુખ્યમંત્રી ભજન લાલ શર્મા અને માનનીય નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીને આમંત્રણ પાઠવાયું
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા આજ રોજ રાજસ્થાનના માનનીય મુખ્યમંત્રીશ્રી ભજન લાલ શર્મા તથા માનનીય નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી સાથે મુલાકાત કરી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૭માં ઉપસ્થિત રહેવા માટે બંન્ને મહાન...

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા આજ રોજ રાજસ્થાનના માનનીય મુખ્યમંત્રીશ્રી ભજન લાલ શર્મા તથા માનનીય નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી સાથે મુલાકાત કરી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૭માં ઉપસ્થિત રહેવા માટે બંન્ને મહાનુભાવોને ઔપચારિક આમંત્રણ પાઠવ્યું હતું.


વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૭નું આયોજન આગામી તા. ૧૦થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૭ દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે. આ સમિટ વૈશ્વિક રોકાણકારો, ઉદ્યોગપતિઓ, નીતિનિર્માતાઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓને એક મંચ પર લાવીને રોકાણ, ઔદ્યોગિક વિકાસ, નવીનતા અને આંતરરાષ્ટ્રીય સહયોગની નવી તકો ઊભી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.


ગુજરાત અને રાજસ્થાન વચ્ચેના આંતરરાજ્ય સહયોગને વધુ મજબૂત બનાવવા તેમજ વિકાસ અને રોકાણના ક્ષેત્રોમાં પરસ્પર સહભાગિતાને પ્રોત્સાહન આપવા માટે આ મુલાકાત મહત્વપૂર્ણ બની રહેશે.


આ પ્રસંગે GUVNLના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી  શાલિની અગ્રવાલ (IAS) પણ ઉપસ્થિત રહ્યાં હતા.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)